Home> Entertainment
Advertisement
Prev
Next

Taarak Mehta ka... 12 વર્ષથી લગ્ન માટે તડપતા પોપટલાલે પરિવારની વિરૂદ્ધ જઇ કર્યા લગ્ન, આ છે તેમની પત્ની

પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં (Taarak Mehta Ka Ooltah Chashmah) પોપટલાલ છેલ્લા 12 વર્ષથી લગ્ન માટે તડપી રહ્યા છે. પરંતુ હજી સુધી તેમના લગ્ન થયા નથી. જ્યારે તેમના લગ્નની વાત કરવામાં આવે છે

Taarak Mehta ka... 12 વર્ષથી લગ્ન માટે તડપતા પોપટલાલે પરિવારની વિરૂદ્ધ જઇ કર્યા લગ્ન, આ છે તેમની પત્ની

મુંબઇ: પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં (Taarak Mehta Ka Ooltah Chashmah) પોપટલાલ છેલ્લા 12 વર્ષથી લગ્ન માટે તડપી રહ્યા છે. પરંતુ હજી સુધી તેમના લગ્ન થયા નથી. જ્યારે તેમના લગ્નની વાત કરવામાં આવે છે, ત્યારે થોડા અવરોધ આવે છે અને પછી પોપટલાલ ઉદાસ થઈને બેસી જાય છે. પરંતુ આ વખતે લાગે છે કે તેઓ આ શોમાં લગ્ન કરશે.

fallbacks

તમને જાણીને આશ્ચર્ય થશે કે વાસ્તવિક જીવનમાં પોપટલાલ ત્રણ બાળકોના પિતા છે. તેમનું અસલી નામ શ્યામ પાઠક છે. તેની લવ સ્ટોરી પણ રસપ્રદ છે. કોલેજના દિવસોમાં તે તેમની ક્લાસમેટ પર ફીદા હતા. શ્યામ પાઠકના પરિજનો આ લગ્નને લઇને ખુશ ન હતા.

fallbacks

પોપટલાલની પત્નીનું નામ રેશમી છે. વર્ષ 2000 માં તેમના લગ્ન થયા હતા. શ્યામ પાઠક ત્રણ બાળકોના પિતા પણ છે. તેમને બે પુત્ર અને એક સુંદર પુત્રી છે. શ્યામ પાઠકે એનએસડીથી એક્ટિંગનો કોર્સ કર્યો છે. તે એક એપિસોડના 60 હજાર રૂપિયા લે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More