Home> Entertainment
Advertisement
Prev
Next

Paani Paani: બાદશાહના ગીતમાં 'તારક મહેતા...'ના બાપુજી ક્યાંથી આવી ગયા? Video જોઈ હાસ્યના ફૂવારા છૂટશે

Viral Video: બાદશાહના આ ગીતનો બેકગ્રાઉન્ડમાં ઉપયોગ કરીને બનાવવામાં આવેલો વધુ એક એડિટેડ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે જેમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના બાપુજી નજરે ચડે છે. 

Paani Paani: બાદશાહના ગીતમાં 'તારક મહેતા...'ના બાપુજી ક્યાંથી આવી ગયા? Video જોઈ હાસ્યના ફૂવારા છૂટશે

નવી દિલ્હી: બાદશાહનું નવું ગીત પાની પાની(Paani Panai) જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી જ આ ગીત પર ખુબ રીલ્સ અને એડિટેડ વીડિયો બની રહ્યા છે. રિલીઝના ગણતરીના દિવસોમાં આ ગીત વાયરલ થઈ ગયું છે અને તેના વીડિયો પણ ઝડપથી શેર થઈ રહ્યા છે. બાદશાહના આ ગીતનો બેકગ્રાઉન્ડમાં ઉપયોગ કરીને બનાવવામાં આવેલો વધુ એક એડિટેડ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે જેમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના બાપુજી નજરે ચડે છે. 

fallbacks

જ્યારે બાપુજીએ લીધી એન્ટ્રી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ખુબ જ ફની છે અને તેને ખુદ બાદશાહે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ ક્લિપની શરૂઆત થાય છે બાદશાહ અને જેક્લીનના અપીયરન્સથી, પરંતુ જેવું ગીતમાં પાની પાની લાઈન આવે છે કે ત્યારે જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાપુજી જોવા મળે છે. અચાનક ચાલુ થઈ ગયેલી પાઈપલાઈનમાં બાપૂજી બીચારા પાણીમાં ફસાઈ જાય છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BADSHAH (@badboyshah)

જેઠાલાલે બચાવ્યો જીવ
પાણીના તેજ પ્રવાહમાં જેઠાલાલ બાપુજીને બચાવતા જોવા મળે છે. છેલ્લે તેઓ બૂમો પાડીને કહે છે કે અરે બંધ કર, બંધ કર. આ સાથે જ ક્લિપ પણ ખતમ થઈ જાય છે. જો કે આ ખુબ નાની વીડિયો ક્લિપ છે. પરંતુ આ રીતે બાદશાહના ગીતમાં બાપુજીની એન્ટ્રી ફેન્સને ખુબ ગમી રહી છે. ખુદ જેકલીન અને બાદશાહે પણ હાસ્યવાળી ઈમોજી કમેન્ટ બોક્સમાં મૂકી છે. 

Taarak Mehta...ના 'ચંપકલાલ' પર લાગ્યો હતો 'જેઠાલાલ'ની પત્નીની છેડતીનો આરોપ!

ક્યાં થયું છે ગીતનું શૂટિંગ
તમામ ફેન્સે પણ કમેન્ટ કરીને ગીતમાં બાપુજીના હોવાથી પેદા થયેલા હાસ્યની વાત કરી છે. યૂઝર્સ આ ગીતને એન્થમ ઓફ ધ યર ગણાવી રહ્યા છે. જેકલીન ફર્નાન્ડિસ અને બાદશાહ સ્ટારર આ ગીત રાજસ્થાનમાં શૂટ થયું છે. ગીતની સાથે સાથે તેનો વીડિયો પણ જબરદસ્ત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More