Home> Entertainment
Advertisement
Prev
Next

Taarak Mehta Ka Ooltah Chashmah ના 'ચંપકલાલ'નો પત્ની સાથેનો આ Viral VIDEO જોઈને ફેન્સ ચોંક્યા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘરે ઘરે લોકપ્રિય શો છે. આ શો ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. 

Taarak Mehta Ka Ooltah Chashmah ના 'ચંપકલાલ'નો પત્ની સાથેનો આ Viral VIDEO જોઈને ફેન્સ ચોંક્યા

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘરે ઘરે લોકપ્રિય શો છે. આ શો ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. હવે ફેન્સ તેમની પર્સનલ લાઈફ વિશે પણ જાણવા માંગતા હોય છે. એટલું જ નહીં ફેન્સ તેમની જૂની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શોધતા રહે છે. છાશવારે આવી જ તસવીરો વાઈરલ પણ થઈ જતી હોય છે. આવામાં આજે અમે તમને શોમાં સૌના વ્હાલા અને જેઠાલાલના પિતા ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટનો એક વાયરલ વીડિયો દેખાડીશું. 

fallbacks

પત્નીના ઈશારે અમિત ભટ્ટ કરે છે કામ!
ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટ વીડિયોમાં પત્નીના ઈશારે કામ કરી રહ્યા છે. વીડિયોમાં પત્નીના કહેવા પર તેઓ પોતું કરી રહ્યા છે. પત્ની તેમને હાથેથી પોતું કરવાનો ગુણ શીખવાડી રહી છે. સોફા પર બેઠી બેઠી અમિતની પત્ની કૃતિ તેમને જણાવી રહી છે કે કેવી રીતે પોતું નીચોડવું અને પછી ફ્લોર પર કરવું. અમિત પણ  બરાબર એવું કરી રહ્યા છે. 

અમિત ભટ્ટનો પોતું કરતો વીડિયો વાયરલ
આમ તો આ વીડિયોને બહુ કઈ ગંભીરતાથી લેવાની જરૂર નથી કારણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અમિત ભટ્ટનો આ વીડિયો એ ઈની ઈન્સ્ટાગ્રામ રીલ છે. તે અને તેમના પત્ની સોશિયલ મીડિયા પર આા રીલ્સ બનાવતા રહે છે અને ફેન્સનું ખુબ મનોરંજન પણ કરે છે. પોતું કરવાનો આ વીડિયો પણ ખુબ મજેદાર છે. વીડિયોમાં કઈ પણ બોલ્યા વગર અમિત અને કૃતિ પોતાના ફેન્સને હસાવી રહ્યા છે. ફેન્સ આ બંનેનો મજેદાર વીડિયો જોઈને ખુબ હસી રહ્યા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amit Bhatt (@amitbhatt9507)

પુત્ર અને પત્ની સાથે બનાવે છે ફની વીડિયો
પહેલા પણ બંનેએ અનેક ફની વીડિયો પોસ્ટ કર્યા. અનેક વીડિયોમાં કપલ સાથે તેમનો પુત્ર પણ જોવા મળે છે. અસલ લાઈફમાં અમિત ખુબ ફન લવિંગ  છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અગાઉ એફઆઈઆર શોમાં પણ જોવા મળ્યા હતા. 

અત્રે જણાવવાનું કે ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટ અસલ લાઈફમાં ખુબ  રોમેન્ટિક છે. તેઓ તેમની ખુબસુરત પત્ની સાથે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. ફેન્સ પણ આ જોડીને ખુબ પસંદ કરે છે. અમિત ભટ્ટ શોના શરૂઆતના દિવસોથી જ ચંપકલાલ ગડાની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More