મુંબઇ: ગત 13 વર્ષોથી તારક મહેતા કા ઉલ્તા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) દર્શકોને ખૂબ મનોરંજન કરાવે છે. પોતાનામાં આ શો કંપ્લીટ છે. શોની અંદર લવ, ઇમોશન, કોમેડી અને ફેમલી કેર બધુ જ જોવા મળે છે. શોની અંદર તમામ પાત્રોની કોમિક ટાઇમિંગ એકદમ શાનદાર છે. તેના લીધે શોને ખૂબ પસંદ કરવામાં આવે છે. તો બીજી તરફ શોમાં સૌથી વધુ જે પસંદ કરવામાં આવે છે તે છે જેઠાલાલ અને બબીતાજી વચ્ચે મીઠી નોકઝોંક.
બબીતાજી એટલે કે મુનમુન દત્તને લોકો ફક્ત તેમની એક્ટિંગ માટે જ નહી પરંતુ સુંદતા માટે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. તો બીજી તરફ ગત થોડા દિવસોથી સમાચાર આવી ગયા છે કે શોમાં ટપ્પૂની ભૂમિકા ભજવનાર રાજ અનડકટ (Raj Anadkat) ને મુનમુન દત્તા ડેટ કરી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર દિલીપ જોશી (Dilip Joshi) એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
TMKOC: બબીતાજીએ વ્યક્ત કર્યું દર્દ, ટીચર બ્રાની સ્ટ્રીપ ખેંચતો અને સ્તનો પર થપ્પડ મારતો હતો'
વાયરલ થઇ રહેલા વીડિયોમાં બબીતાજીને ડેટ પર લઇ જવા અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોને જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે કોઇ ઇવેન્ટનો દેખાઇ રહ્યો છે. આ ઇવેન્ટ દરમિયાન દિલીપ જોશીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જો તેમને તક મળે તો બબીતાજીને ડેટ લઇ જવાની તક મળે તો શું તે મોકાનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે.
TMKOC: 'તેનો હાથ મારા પેન્ટમાં હતો', બબીતાજીએ વ્યક્ત કરી પોતાના સાથે થયેલી ખૌફનાક ઘટનાની દાસ્તાં
આ પ્રશ્નનો જવાબ આપીને દિલીપ જોશી (Dilip Joshi) એ બધાનું દિલ જીતી લીધું. જવાબ આપતાં દિલીપ જોશીએ કહ્યું કે મને જેઠાલાલની તો ખબર નથી, પરંતુ જો દિલીપ જોશી તરીકે ડેટ પર હું જવા માંગીશ નહી. હું એક મેરિડ વ્યક્તિ છું અને ખૂબ જ ખૂબ મેરિડ પર્સન છું એટલા માટે મને ડેટ પર જવાની નથી. જેઠાલાલે પોતાના આ જવાબથી ફેન્સનું દિલ જીતી લીધું દિલીપ જોશીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે