Home> Entertainment
Advertisement
Prev
Next

Taarak Mehta Ka Ooltah Chashmah માં જે આન્ટી કહીને બોલાવે છે તે જ યુવકના ગળાડૂબ પ્રેમમાં છે બબીતાજી, નામ જાણી વિશ્વાસ નહીં કરો

મુનમુન દત્તા જેને ડેટ કરી રહી છે એટલે કે જેના પ્રેમમાં પાગલ છે તે યુવક હાલ તારક મહેતા... શોમાં ખુબ જ મહત્વનું પાત્ર ભજવી રહ્યો છે. નામ જાણીને તમે વિશ્વાસ નહીં કરી શકો. 

Taarak Mehta Ka Ooltah Chashmah માં જે આન્ટી કહીને બોલાવે છે તે જ યુવકના ગળાડૂબ પ્રેમમાં છે બબીતાજી, નામ જાણી વિશ્વાસ નહીં કરો

નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘરે ઘરે લોકપ્રિયતા ધરાવતો શો છે. આ શો 13 વર્ષથી લોકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. આ શોના કલાકારોએ પણ લોકોના હ્રદયમાં ખાસ જગ્યા બનાવી છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકારો સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ રહે છે. ફેન્સ અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના વિશે કઈંક નવું શોધતા રહે છે. આવામાં આ શોના એક મહત્વના પાત્ર વિશે એક મોટો ખુલાસો થયો છે અને આ પાત્ર છે ચુલબુલી બબીતાજી એટલે કે મુનમુન દત્તા.

fallbacks

આ યુવકને કરી રહી છે ડેટ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની એક મોટી લવસ્ટોરી સામે આવી છે. ઈટાઈમ્સમાં છપાયેલા ખબર મુજબ મુનમુન દત્તા એટલે કે બબીતાજી એક યુવકને ડેટ કરી રહી છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ શોમાં ટપુનું પાત્ર ભજવતો રાજ અનડકટ છે. બંને એક બીજાના પ્રેમમાં ગળાડૂબ છે.  છેલ્લા કેટલાય દિવસોથી રાજ અને મુનમુન દત્તાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અને કમેન્ટ તે તરફ ઈશારો તો કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા યૂઝર્સ  મુનમુન દત્તાની તસવીરો પર રાજ અનડકટની કમેન્ટ જોઈને હંમેશા પૂછતા હતા કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બંને સારા મિત્રો કરતા પણ કઈંક વધુ છે. 

fallbacks

પરિવારજનોને પણ ખબર છે આ સંબંધ વિશે
ટીમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દરેક સભ્યને આ વાતની ખબર છે કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. આ મામલે એક સૂત્રનું કહેવું છે કે 'મુનમુન દત્તા અને રાજ અનડકટના પરિવારને પણ બધુ ખબર છે, કોઈ અંધારામાં નથી.'

ટપુએ આપ્યો બબીતાજીને એવો જવાબ.. ફેનને 'વાંધો' પડ્યો, જાણો એવું તે શું કહ્યું?

ટીમ કરે છે બંનેના સંબંધનું સન્માન
સૂત્રોના હવાલે ઈટાઈમ્સમાં એવું પણ લખવામાં આવ્યું છે કે 'આ ઉપરાંત 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમ બંનેના સંબંધને સન્માનની નજરે જુએ છે. બંનેમાંથી કોઈની મજાક ઉડાવતા નથી. બંને છૂપાઈને એક બીજા સાથે સમય પસાર કરતા નથી. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ છે. એટલે કે બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પણ આમ છતાં બધા વચ્ચે આ વાત ઉજાગર થઈ નહીં.'

બંને વચ્ચે 9 વર્ષનો ગેપ
અત્રે જણાવવાનું કે રાજ અનડકટ 24 વર્ષનો છે અને મુનમુન દત્તા તેનાથી 9 વર્ષ મોટી છે. મુનમુને હાલ 2 મહિનાની લાંબી રજા બાદ શોમાં વાપસી કરી છે. જ્યારે રાજ સતત આ શોનો ભાગ રહ્યો છે. બંને સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More