Home> Entertainment
Advertisement
Prev
Next

તારક મહેતાની બબીતાનું સૌથી મોટું રહસ્ય ખૂલ્યું! કેમ કોઈ અન્ય શો કરતી નથી, કારણ જાણીને ચોંકી જશો

વર્ષ 2004માં મુનમુન દત્તાએ હમ સબ બારાતીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2005 અને 2006માં બે ફિલ્મોમાં પણ કામ કર્યું. જો કે તેને કોઈ ખાસ ઓળખ મળી શકી નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ મુનમુન દત્તાનું ભાગ્ય બદલી નાખ્યું.

તારક મહેતાની બબીતાનું સૌથી મોટું રહસ્ય ખૂલ્યું! કેમ કોઈ અન્ય શો કરતી નથી, કારણ જાણીને ચોંકી જશો

નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો શો ઘણા લાબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. લગભગ 13 વર્ષથી આ શોના દર્શકોને એક જેવું જ મનોરંજન અને પ્રેમ મળી રહ્યો છે. આ શોમાં બબીતાજીની ભૂમિતા નિભાવીને મુનમુન દત્તા દરેકમાં ઘરમાં પોપુલર બની ગઈ છે. તેના સિવાય મુનમુન દત્તા માત્ર એક્કા-દુક્કા ફિલ્મ અથવા તો શોમાં નજરેપડી છે. આખરે એવું કેમ? તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જૂની અભિનેત્રીમાં બબીતાજી એટલે કે મુનમુન દત્તાની ગણતરી થાય છે. બબીતાજી પર માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ અન્ય ફેન્સ ફિદા રહે છે. પરંતુ મુનમુન દત્તા આખરે કેમ માત્ર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો જ કરી રહી છે, શું તેના પાછળનું કારણ તમને ખબર છે.

fallbacks

વર્ષ 2004માં મુનમુન દત્તાએ હમ સબ બારાતીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2005 અને 2006માં બે ફિલ્મોમાં પણ કામ કર્યું. જો કે તેને કોઈ ખાસ ઓળખ મળી શકી નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ મુનમુન દત્તાનું ભાગ્ય બદલી નાખ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2008માં મુનમુન દત્તાએ એક્ટર અરમાન કોહલીને ડેટ કરી હતી.

Hardik Pandya Fan, IPL 2022: હાર્દિક પંડ્યાની અડધી સદીએ છીનવી લીધી આ ફેનની નોકરી? ટ્વિટર પર થઈ રહ્યું છે ટ્રેન્ડ

જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો શરૂ થયો હતો, ત્યારે વિવેચકોએ મુનમુન દત્તાના અભિનય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જો કે સમયની સાથે મુનમુને શોમાં એક ખાસ જગ્યા બનાવી લીધી. પરંતુ આજદિન સુધી તેમના માટે કોઈ મોટો વિકલ્પ સામે આવ્યો નથી. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પ્રેમી છે અને સોશિયલ મીડિયા પર તેના ફોટો વીડિયો શેર કરવાની કોઈ તક ચૂકતી નથી.

મુનમુન દત્તાની કેટલીક તસવીરોને ચાહકો પસંદ કરે છે અને ક્યારેક તેમને ટ્રોલ પણ થવું પડે છે. મુનમુન દત્તા તારક મહેતા શોની સૌથી વિવાદાસ્પદ સ્પર્ધકોમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા વર્ષે મુનમુન દત્તા વિશે સમાચાર આવ્યા હતા કે તે તારક મહેતા શોમાં ટપ્પુની ભૂમિકા ભજવી રહેલા રાજ અનડકટને ડેટ કરી રહી છે.

How To Burn Fat: માખણની જેમ ફટાફટ ઓગળી જશે શરીરની ચરબી! આ એક ફળને ડાયટમાં કરો સામેલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More