Home> Entertainment
Advertisement
Prev
Next

Taarak Mehta ની સોનૂના બેકગ્રાઉન્ડમાં 'ગંદી હરકત' કરનાર કોણ છે, શું તમે ઓળખ્યો?

હિટ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ચાઇલ્ડ એક્ટર્સને લોકો ખૂબ પસંદ કરે છે. દર્શકોએ આ બાળકોને બાળપણથી મોટા થતા જોયા છે. શોનો ભાગ રહી ચૂકેલી એક્ટ્રેસ નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) એટલે કે જૂની 'સોનૂ' ને લોકો ખૂબ પ્રેમ કરે છે.

Taarak Mehta ની સોનૂના બેકગ્રાઉન્ડમાં 'ગંદી હરકત' કરનાર કોણ છે, શું તમે ઓળખ્યો?

નવી દિલ્હી: હિટ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ચાઇલ્ડ એક્ટર્સને લોકો ખૂબ પસંદ કરે છે. દર્શકોએ આ બાળકોને બાળપણથી મોટા થતા જોયા છે. શોનો ભાગ રહી ચૂકેલી એક્ટ્રેસ નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) એટલે કે જૂની 'સોનૂ' ને લોકો ખૂબ પ્રેમ કરે છે. મોટાભાગે તેમના ફોટા અને વીડિયો વાયરલ થતા રહે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ પણ રહે છે. પોતાની એડવેંચર લાઇફના ફોટા પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે. થોડા દિવસો પહેલાં તેમની કેટલી વણજોયેલી તસવીરો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. લોકો ફોટોને જોયા પછી વિચારવા લાગ્યા કે આખરે બેકગ્રાઉન્ડમાં દેખાતો વ્યક્તિ કોણ છે. હવે લોકો અંદાજો લગાવી રહ્યા છે કે આ વ્યક્તિ કોણ છે. 

fallbacks

કુશએ પોસ્ટ કરી હતી નિધિની તસવીરો
એક્ટ્રેસ નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) ના કો-એક્ટર કુશ (Kush), ગોલીનું પાત્ર ભજવે છે, તેમણે ઘણા ફોટા શેર કર્યા હતા, આ તમામ ફોટા નિધિ ભાનુશાળીના છે. તેમની આ ઇંસ્ટાગ્રામ પોસ્ટ ઘણા વર્ષો જૂની છે. ત્રણ વર્ષ પહેલાં નિધિ ભાનુશાળીના જન્મદિવસ પર આ ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આઠ ફોટાના કલેક્શનમાં ત્રીજા ફોટાએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. લોકો ફોટો જોયા પછી સવાલ કરવા લાગ્યા હતા કે બેકગ્રાઉન્ડમાં કોણ છે અને શું કરી રહ્યા છે. ઘણા લોકોને લાગ્યું કે બેકગ્રાઉન્ડમાં દેખાતા લોકો કિસ કરી રહ્યા છે. જેની કોઇ પુષ્ટિ થઇ નથી પરંતુ ઘણા ફેન્સ એવા પણ છે જેમણે પાછળ દેખાતા વ્યક્તિને ઓળખી લીધા છે. 

હું કંઇ રમકડું હતી જેને રમ્યા પછી ફેંકી દીધું? શત્રુધ્ન સિન્હાને આવા પ્રશ્નો કરવા લાગી હતી રીના રોય, કર્યો હતો આ ખુલાસો

લોકોએ જણાવ્યું બેકગ્રાઉન્ડમાં દેખાઇ રહેલા વ્યક્તિનું નામ
આમ તો ઘણા લોકો આ અંદાજો લગાવી રહ્યા છે કે આ કોઇ અને ગોલી એટલે કે કુશ (Kush) છે. ઘણા લોકોએ કોમેન્ટ લખી છે, 'ગોલી બેટા મસ્તી નહી. 'તો ઘણા લોકોએ સ્પષ્ટ લખ્યું છે કે 'આ તો ગોલી છે'. તો બીજી તરફ સોશિયલ મીડિયા યૂઝરે તો ગોલીના બ્રેસલેટને ઓળખી લીધું છે. હવે અસલમાં આ કોણ છે તેના વિશે કોઇને ખબર નથી, કારણ કે ના તો કુશે તેનો ખુલાસો કર્યો છે અને ના તો નિધિએ એવામાં લોકો ફક્ત અંદાજો જ લગાવી શકે છે કારણ કે પાછળ દેખાતા વ્યક્તિનો ચહેરો તો જરા પણ જોવા મળતો નથી. એવામાં બેકગ્રાઉન્ડમાં દેખાતા લોકો લપેટાયેલા જોવા મળે છે. 

Maine Pyar Kiya: 17 વર્ષની ઉંમરમાં પ્રેગ્નેંટ થઇ હતી ભાગ્યશ્રી, સલમાન ખાન સાથે તે સીન કરીને તે ખૂબ રડી હતી અભિનેત્રી

રીટા રિપોર્ટરે પણ પૂછ્યો પ્રશ્ન
કુશ (Kush) અને નિધિ (Nidhi Bhanushali) ના ફેન્સ તસવીરને જોઇ તેમને સવાલ કરી રહ્યા છે આખરે ત્રીજા ફોટામાં શું થઇ રહ્યું છે. ફેન્સ જ નહી શોના ડાયરેક્ટર માલવ રાજદાની પત્ની પ્રિયા આહુજા (Priya Ahuja) પણ બંનેને સવાલ પૂછી રહી છે. પ્રિયા આહૂજાએ તસવીર પર કોમેન્ટ કરતાં લખ્યું, 'ત્રીજી તસવીર....લોકો જાણવા માંગે છે કુશ, જણાવી દો કોણ છે તે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More