Home> Entertainment
Advertisement
Prev
Next

Taarak Mehta... ના પોપટલાલ પર બનશે ફિલ્મ? વાયરલ થયું પોસ્ટર

Taarak Mehta Ka Ooltah Chashmah:  'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા  ( Taarak Mehta Ka Ooltah Chashmah)' માં પત્રકાર પોપટલાલ (Popatlal) પર જો ફિલ્મ બનશે તો તેનું પોસ્ટર અને ટાઇટલ કેવું હશે, તે પોપટલાલના ફેન્સે વિચારી લીધું છે. તમે પણ જુઓ ફેન મેડ પોસ્ટર..

Taarak Mehta... ના પોપટલાલ પર બનશે ફિલ્મ? વાયરલ થયું પોસ્ટર

નવી દિલ્હીઃ ટીવીના પોપ્યુલર શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા  ( Taarak Mehta Ka Ooltah Chashmah)' માં પત્રકાર પોપટલાલ (Popatlal) નું પાત્ર ખુબ પ્રખ્યાત છે. આ ભૂમિકામાં શ્યામ પાઠક છે. પોપટલાલના શોમાં લગ્ન થતાં નથી અને તે સિંગલ છે. સતત તે પોતાના જીવનસાથીને શોધવાનો પ્રયાસ કરે છે. ઘણીવાર એવું બન્યું કે તેના લગ્ન થતા-થતા રહી ગયા. તો ક્યારેક યુવતીએ તેને રિજેક્ટ કરી દીધા. તેવામાં પોપટલાલ પોતાના લગ્નને લઈને પરેશાન રહે છે અને તે ઈચ્છે છે કે જલદી તેના લગ્ન થઈ જાય. 

fallbacks

વર્ષોથી પોપટલાલ છે સિંગલ
મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)' માં પત્રકાર પોપટલાલ (Popatlal) ના લગ્નની વાત જ્યારે શરૂ થાય છે તો ન માત્ર ગોકુલધામ પણ તેના ફેન્સ ઉત્સાહિત થઈ જાય છે. દર વખતે લાગે છે કે પોપટલાલનું નક્કી થઈ જશે, પરંતુ કોઈને કોઈ વિઘ્ન આવી જાય છે. દુનિયા હલાવવાની વાતો કરતા પોપટલાલને કન્યા ક્યારે મળશે તેની ફેન્સ રાહ જોઈ રહ્યાં છે. 

ફેન્સની ડિમાન્ડ પોપટલાલ પર બને ફિલ્મ
પોપટલાલના એક ફેન્સે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કર્યું છે. ફેન્સ ઈચ્છે છે કે પોપટલાલ પર ફિલ્મ બને. ફેન્સે તો પોપટલાલ પર બનનારી ફિલ્મનું નામ, હીરો, હીરોઈન અને બાકી વસ્તુ પણ પ્લાન કરી લીધી છે. ફેન્સે પોસ્ટર શેર કર્યું છે. એટલું જ નહીં ફિલ્મ દંગલના પોસ્ટરને એડિટ કરી 'સિંગલ'નું પોસ્ટર બનાવ્યું છે. આ પોસ્ટરમાં ગોકુલધામ વાસીઓ એટલે કે તારક મેહતા શોના અન્ય લોકોને સ્થાન આપવામાં આવ્યું નથી. 

આ પણ વાંચોઃ Love Story: ઉંમરમાં મોટી છે આ ટીવી અભિનેતાઓની પત્ની, પણ અહીં પ્રેમમાં નથી નડી ઉંમર

દંગલના પોસ્ટરને કર્યું એડિટ
આ ફિલ્મના પોસ્ટમાં આમિર ખાનની જગ્યાએ પોપટલાલને રાખવામાં આવ્યા છે. તો દંગલ ગર્લની જગ્યાએ તે યુવતીઓને તક મળી છે, જે પોપટલાલની લાઇફમાં અત્યાર સુધી આવી ચુકી છે. સાથે તેના કેપ્શનમાં લખ્યું છે- આ ફિલ્મ રિલીઝ થવી જોઈએ. આમ તો પોસ્ટર જોઈને લાગી રહ્યું છે જો આ ફિલ્મ ક્યારેય બનશે તો તેમાં પણ પોપટલાલ કુંવારો રહી જશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More