Home> Entertainment
Advertisement
Prev
Next

TMKOC: 'તારક મેહતા..' ના આત્મારામને જન્મદિવસના દિવસે મળી ધમકી... જાણો શું બોલી જેનિફર

જેનિફર (Jennifer Mistry Bansiwal) એ લખ્યું- મારા આશીર્વાદ છે આમ પંચ મારતા રહો. બસ કોઈને લાઇન ન મારો. (ઇશ્શ). આમ તો આ મારી પંચલાઇન છે. 

TMKOC: 'તારક મેહતા..' ના આત્મારામને જન્મદિવસના દિવસે મળી ધમકી... જાણો શું બોલી જેનિફર

નવી દિલ્હીઃ લોકપ્રિય ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં આત્મારામ તુકારામ ભિડે (Aatmaram Tukaram Bhide) નું પાત્ર ભજવનાર અભિનેતા મંદાર ચંદવાડકર (Mandar Chandwadkar) એ હાલમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી. આ તકે તેની કો-સ્ટાર અને બેસ્ટ ફ્રેન્ડ જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal) એ એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી તેને જન્મદિવસની શુભેચ્છા આપી છે. જનિફરે ઇમોશનલ પોસ્ટ લખી છે જે વાયરલ થઈ રહી છે. 

fallbacks

તસવીરો સાથે શેર કરી પોસ્ટ
મંદારના બર્થડે પર તેની સાથે પોતાની ઘણી તસવીરો શેર કરતા જેનિફરે લખ્યુ- મારા સૌથી નજીકના મિત્ર મંદાર ચંદવાડકરને જન્મદિવસની ખુબ શુભેચ્છાઓ. એક ખુબ કમાલનો એક્ટર અને કમાલનો સિંગર. ઈશ્વર તમને સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે. હું હંમેશા તમારી પંચલાઇન્સ સાંભળવા માટે આતુર રહુ છું. મને ખરેખર તારૂ હાજર જવાબી પણુ ખુબ પસંદ છે. 

બસ કોઈને લાઇન ન મારવી
જેનિફરે લખ્યુ- મારા આશીર્વાદથી આમ પંચ મારતા રહો. બસ કોઈને લાઇન ન મારવી. આમ આ મારી પંચલાઇન છે. હંમેશા સકારાત્મક, કળાના જાણકાર, ફોકસ્ડ અને બીજાની મદદ કરનાર વ્યક્તિ છો તમે. ઈશ્વર તમારા પર આશીર્વાદ બનાવી રાખો. પાર્ટી હજુ બાકી છે મારા દોસ્ત... ન મળી તો..

આ પણ વાંચોઃ પોર્નોગ્રાફી અને ન્યૂડિટીમાં શું ફરક? અભિનેત્રીએ મંદિરોની 'મૂર્તિઓ'નું ઉદાહરણ આપી સમજાવ્યું

ઇમોજી બહાને કહી દીધી આ વાત
ત્યારબાદ જેનિફરે ઘણા પ્રકારની બકરીની ઇમોજી મુકી છે. એટલે કે મજાક મજાકમાં જેનિફરે પોતાના બેસ્ટ ફ્રેન્ડને પાર્ટી ન આપવા પર હલાલ કરવાની ધમકી આપી દીધી ચે. મહત્વનું છે કે બંને વચ્ચે સારૂ ટ્યુનિંગ છે અને જે તસવીરો જેનિફરે પોસ્ટ કરી છે તેમાં બંનેનું કમાલનું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. ફેન્સે પણ કોમેન્ટ બોક્સમાં મંદારને જન્મદિવસની શુભેચ્છા આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More