Home> Entertainment
Advertisement
Prev
Next

TMKOC ની 'મિસીસ સોઢી' ફરી અભિનયના મેદાનમાં, કહ્યું- પહેલા પણ આવતી હતી ઓફર પરંતુ...

Jennifer Mistry New Show: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં જેનિફર મિસ્ત્રી મિસીસ સોઢીની ભૂમિકા ભજવતી હતી. ખુબ વિવાદ બાદ હવે તે પોતાની લાઈફમાં આગળ વધી ગઈ છે.

TMKOC ની 'મિસીસ સોઢી' ફરી અભિનયના મેદાનમાં, કહ્યું- પહેલા પણ આવતી હતી ઓફર પરંતુ...

Jennifer Mistry New Show: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં જેનિફર મિસ્ત્રી મિસીસ સોઢીની ભૂમિકા ભજવતી હતી. ખુબ વિવાદ બાદ હવે તે પોતાની લાઈફમાં આગળ વધી ગઈ છે. જેનિફર મિસ્ત્રીએ પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે એક મ્યૂઝિક વીડિયો શૂટ કર્યો છે. જ્યાં તે એક ત્રણ વર્ષની બાળકીની માતા બની છે. જેનિફરનું કહેવું છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી નીકળ્યા બાદ આ તેનો પહેલો પ્રોજેક્ટ છે. જેનિફરે સાથે કહ્યું કે તેમને પહેલા પણ ઓફરો આવતી હતી પરંતુ ડેટની મુશ્કેલીઓને કારણે તેણે રિજેક્ટ કરવી પડતી હતી. 

fallbacks

જેનિફરે કરી નવી શરૂઆત
જેનિફર મિસ્ત્રીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો છે. જ્યાં અભિનેત્રીએ કહ્યું છે કે તેણે એક મ્યૂઝિક વીડિયોમાં અભિનય કર્યો છે અને તેમાં તે 3 વર્ષની બાળકીની માતાની ભૂમિકા ભજવી રહી છે. જેનિફરનું કહેવું છે કે લગભગ 10 વર્ષ સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કર્યા બાદ તેનો આ પહેલો પ્રોજેક્ટ છે. તારક મહેતામાં કામ કરવા દરમિયાન પણ તેની પાસે અનેક ઓફરો આવી પરંતુ ડેટની મુશ્કેલી રહેતી હતી. જેનિફરે કહ્યું કે હવે તે ફ્રી છે અને શોનો ભાગ નથી. જેનિફરે  પોતાના ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું કે વર્ષોથી લોકોએ તેમને કોમિક ભૂમિકામાં જોઈ છે અને હવે તેમને નવો અવતાર જોવા મળશે. 

ભારતના 8 ધનિક રાજ્યો, જ્યાં પૈસાની ઉડે છે છોળો, જાણો ગુજરાત ટોપ 8માં કયા નંબરે છે

મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું, ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી

ગુજરાત HC એ રાહુલ ગાંધીને ન આપી રાહત, હવે આગળ શું, છેલ્લો રસ્તો કયો?

જેનિફર મિસ્ત્રી માટે નવા પ્રોજેક્ટનું શુટિંગ રહ્યું ઈમોશનલ
જેનિફરે કહ્યું કે મ્યૂઝિક વીડિયોના શૂટ દરમિયાન તે ઈમોશનલ થઈ ગઈ હતી. કારણ કે તે પણ એક 10 વર્ષની પુત્રીની માતા છે. જેનિફરે કહ્યું કે તેણે શૂટિંગને ખુબ એન્જોય કર્યું, આ તેના માટે એક સારો બ્રેક રહ્યો. જેનિફરે જણાવ્યું કે ટીમનું કહેવું હતું કે તમરે આ પ્રકારના પ્રોજેક્ટ્સ લેવા જોઈએ. સાથે જ વધુ કામ પણ કરવું જોઈએ. અત્રે જણાવવાનું કે જેનિફર મિસ્ત્રીએ ગત તાજેતરમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સ અસિત મોદી, સોહેલ રમનાની, અને જતિ બજાજ પર મેન્ટલ અને શારીરિક શોષણનો કેસ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More