Home> Entertainment
Advertisement
Prev
Next

Taarak Mehta Ka Ooltah Chashmah: ગોકુલધામ પર આવી મુસીબત, ગુસ્સામાં સોસાયટી છોડીને ચાલ્યો આ શખ્સ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટીના લોકોનું નસીબ પણ ખબર નહીં કેવું છે. એક મુસીબત જાય છે અને બીજી આવી જાય છે. હવે જે મુસીબતમાં ગોકુલધામ સોસાયટીનના લોકો ફસાયા છે. તેમાંથી તો માત્ર ભગવાન જ બચાવી શકે છે. સોઢીની ઉંઘ હરામ થઈ ગઈ છે. 

Taarak Mehta Ka Ooltah Chashmah: ગોકુલધામ પર આવી મુસીબત, ગુસ્સામાં સોસાયટી છોડીને ચાલ્યો આ શખ્સ

Taarak Mehta Ka Ooltah Chashmah Today Episode: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટીના લોકોનું નસીબ પણ ખબર નહીં કેવું છે. એક મુસીબત જાય છે અને બીજી આવી જાય છે. હવે જે મુસીબતમાં ગોકુલધામ સોસાયટીનના લોકો ફસાયા છે. તેમાંથી તો માત્ર ભગવાન જ બચાવી શકે છે. સોઢીની ઉંઘ હરામ થઈ ગઈ છે. આપને એવો વિચાર આવતો હશે કે એવુ તો શું થઈ ગયું કે મસ્તમૌલા રહેનારો સોઢી આટલો હેરાન થઈ ગયો છે. આ બધી જ તકલીફ સોસાયટીમાં આવેલા એક નવા બાળક બિટ્ટુના કારણે થઈ રહી છે.

fallbacks

કહ્યાં વગર બિટ્ટુએ છોડી સોસાયટી?
આપને જણાવી દઈએ કે ગોકુલધામ સોસાયટીમાં એક નવો સદસ્ય આવ્યો છે. તેનું નામ છે બિટ્ટુ. બિટ્ટુ સોઢીના ખાસ મિત્રનો પુત્ર છે.  બિટ્ટુ ખુબ અભ્યાસમાં હોશિયાર છે પરંતુ જો કોઈ તેની સામે ભણવાનું નામ લે તો તે ભડકી જાય છે. હવે આવુ કેમ છે એ તો નથી ખબર પણ બિટ્ટુએ હાલ ગુસ્સામાં જ સોસાયટી છોડી દિધી છે. જેના કારણે ગોકુલધામના મેમ્બર્સ પણ હેરાન છે. હવે બિટ્ટુ ક્યાં છે કયા હાલમાં છે. તે કોઈને નથી ખબર.

શું પરત આવશે બિટ્ટુ?
બિટ્ટુ ગુસ્સામાં સોસાયટી છોડીને ગયો છે. તેવામાં આશા છે કે તે પરત આવશે. પણ જો તે ના આવ્યો તો ક્યાં જશે. કારણ કે તે પિતાના ઘરેથી અહી આવ્યો હતો. પણ અહીં પણ તેને બધી જ જગ્યાએ તેણે અભ્યાસની વાતો સાંભળવી પડે છે. હવે સવાલ એ છે કે બિટ્ટુ પરત આવશે કે સોઢીની તકલીફો વધી જશે કારણ કે તેણે તેના મિત્રને કહ્યું હતું કે તે તેના પુત્રને ખુશ રાખશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More