નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો લાંબા સમયથી ટેલિવિઝન પર ચાલી રહેલો શો છે. જેણે હજુ પણ દર્શકોના મન પર અમીટ છાપ છોડેલી છે. આ શોમાં દિલિપ જોશી જે પાત્ર ભજવી રહ્યા છે તે જેઠાલાલની ભૂમિકા દર્શકોમાં ખુલ લોકપ્રિય છે. આ સિવાય પણ શોના લગભગ તમામ કલાકારોએ દર્શકોના હ્રદયમાં જગ્યા બનાવી છે. પરંતુ શું તમે જાણો છો એક લોકપ્રિય પાત્ર એવું છે જેની શોમાં એન્ટ્રી જેઠાલાલ એટલે કે દિલિપ જોશીના કારણે થઈ શકી.
ટતારક મહેતા કા ઉલ્ટા ચશ્માટ શોની શરૂઆત વર્ષ 2008થી થઈ હતી. શોમાં જેઠાલાલ, દયા, ભીડે, ડો.હાથી, ટપ્પુ, બાપુજી, સહિત અનેક પાત્રો લોકપ્રિયતામાં એકબીજાથી ચડે એવા છે. પરંતુ બીજુ પણ એક પાત્ર છે જેણે જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે. અને તે છે બબીતાજી. બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા આ શો સાથે જોડાઈ તે પહેલા ટહમ સબ બારાતીટ સિરિયલમાં કામ કરી ચૂકી છે. ત્યારબાદ તેને 2008માં તારક મહતા...શો ઓફર થયો અને તેણે હા પાડી. આ શોમાં તે મુનમુને એક એવી મહિલાનું પાત્ર ભજવવાનું હતું જે પરણિત હતી અને ખુબ સ્ટાઈલિશ પણ. મુનમુન આ પાત્રમાં બરાબર ફીટ બેસતી હતી. આ પાત્રને એકદમ આઈકનિક બનાવવા માટે તેણે તનતોડ મહેનત કરી.
તારક મહેતા...શોના જેઠાલાલ એટલે કે દિલિપ જોશી આ સિરિયલનું મહત્વનું પાત્ર છે. છેલ્લા 14 વર્ષથી તેઓ આ શોમાં જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે. ખાસ વાત એ છે કે જેઠાલાલ એટલે કે દિલિપ જોશીએ જ આ શોમાં મુનમુન દત્તાની એન્ટ્રી કરાવી હતી. ટહમ સબ બારાતી શોટમાં દિલિપ જોશીએ પણ કામ કર્યું હતું જેમાં તેમણે મુનમુન દત્તાનું કામ જોયું હતું. આથી જ્યારે તારક મહેતા...શોની શરૂઆત થઈ ત્યારે દિલિપ જોશી જ્યારે આ શોમાં જોડાયા તે સમયે બબીતાજીના પાત્ર માટે અભિનેત્રીની શોધ ચાલુ હતી. ત્યારે તેમણે મુનમુનનું નામ સજેસ્ટ કર્યું અને આ રોલ તેને મળી ગયો. શોમાં જેઠાલાલ અને બબીતાજીની કેમિસ્ટ્રી દરેકને ખુબ પસંદ આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે