Home> Entertainment
Advertisement
Prev
Next

નટુકાકાનો મૃત્યુ પહેલાનો PHOTO આવ્યો સામે, ટપુએ જણાવ્યું કેવી હતી તે છેલ્લી મુલાકાત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) સિરિયલમાં નટુકાકાની ભૂમિકા  ભજવીને ખુબ લોકપ્રિયતા મેળવનારા કલાકાર ઘનશ્યામ નાયકનું અવસાન થતા ચાહકો પર જાણે વજ્રઘાત થયો છે.

નટુકાકાનો મૃત્યુ પહેલાનો PHOTO આવ્યો સામે, ટપુએ જણાવ્યું કેવી હતી તે છેલ્લી મુલાકાત

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) સિરિયલમાં નટુકાકાની ભૂમિકા  ભજવીને ખુબ લોકપ્રિયતા મેળવનારા કલાકાર ઘનશ્યામ નાયકનું અવસાન થતા ચાહકો પર જાણે વજ્રઘાત થયો છે. ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પીડિત હતા. તેમના નિધન બાદ શોની સમગ્ર સ્ટાર કાસ્ટમાં શોકનું મોજું છવાઈ ગયું છે. શોના કલાકાર એ સત્ય સ્વીકારી શકતા જ નથી કે હવે તેમના લાડીલા નટુકાકા તેમની વચ્ચે નથી. 

fallbacks

ટપુએ શેર કરી નટુકાકા સાથેની તસવીર
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુની ભૂમિકા ભજવતા અભિનેતા રાજ અનડકટે ઘનશ્યામ નાયકને યાદ કર્યા. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા રાજ અનડકટે દિગ્ગજ અભિનેતા સાથેની એક તસવીર શેર કરી છે. ફોટામાં રાજ અને ઘનશ્યામ નાયક મેકઅપ રૂમમાં સાથે ઊભેલા જોવા મળે છે. આ સેલ્ફી ફોટામાં રાજ અને ઘનશ્યામ હસતા જોવા મળે છે. 

ટપુ અને નટુકાકા વચ્ચે થઈ હતી આ વાતચીત
ફોટો શેર કરતા રાજ અનડકટે લખ્યું કે હું અને કાકા મેકઅપ શેર કરી રહ્યા હતા અને ઘણા સમય બાદ તેઓ સેટ પર આવ્યા હતા. તેમણે રૂમમાં પ્રવેશ કર્યો અને કહ્યું કે આવ બેટા કેમ છે. મે તેમના આશીર્વાદ લીધા. આટલા દિવસો બાદ સેટ પર પાછા આવીને તેઓ ખુશ હતા. તેમણે મને મારા પરિવાર અંગે પૂછ્યું અને કહ્યું, સરસ, ભગવાન બધાનું ભલું કરે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj Anadkat (@raj_anadkat)

મેકઅપ કરીને જ મૃત્યુ ઈચ્છતા હતા નટુકાકા
રાજ અનડકટે લખ્યું કે આટલી ઉમરમાં તેમની લગન અને મહેનત પ્રશંસનીય છે. તેઓ જે કિસ્સા શેર કરતા હતા તે અમે ક્યારેય નહીં ભૂલીએ. કાકા તમે હંમેશા યાદ રહેશો. અત્રે જણાવવાનું કે નટુકાકાને શો અગાઉ મેકઅપ કરવું ખુબ ગમતું હતું અને તેઓ ઈચ્છતા હતા કે જ્યારે મૃત્યુ આવે તો તેમણે મેકઅપ કરેલો હોય. તેઓ છેલ્લી પળ સુધી અભિનય કરવાનું ઈચ્છતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More