Home> Entertainment
Advertisement
Prev
Next

તારક મહેતા...ના 'સોઢી' ક્યાં છે? ગૂમ થયા પહેલા શેર કરેલી છેલ્લી પોસ્ટ વાયરલ, જાણો શું કહ્યું?

Gurucharan Singh Missing: FIR દાખલ થયા બાદ પોલીસની પ્રાથમિક ફરિયાદમાં જાણવા મળ્યું કે ગુરુચરણ સિંહ 22 એપ્રિલના રોજ સવારે મુંબઈ માટે નીકળ્યા હતા. 8.30 વાગ્યાની તેમની ફ્લાઈટ હતી પરંતુ તેમણે ફ્લાઈટ પકડી નહીં અને મુંબઈ પણ ન પહોંચ્યા.

તારક મહેતા...ના 'સોઢી' ક્યાં છે? ગૂમ થયા પહેલા શેર કરેલી છેલ્લી પોસ્ટ વાયરલ, જાણો શું કહ્યું?

Gurucharan Singh Missing: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અસિત મોદીના આ શોમાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવી ચૂકેલા કલાકાર ગુરુચરણ સિંહ હાલ ગૂમ છે. એવા સમાચાર આવ્યા હતા કે તેઓ કેટલાક દિવસથી ગૂમ છે. ગુરુચરણ સિંહના પિતાની ફરિયાદ બાદ આ મામલે પોલીસે IPCની કલમ 365 હેઠળ કેસ દાખલ કર્યો છે. આ સાથે જ પોલીસને એક સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યું છે. પોલીસ ગુરુચરણ સિંહના ગાયબ થવાનો મામલો ઉકેલવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. 

fallbacks

દાખલ થયો કેસ
રિપોર્ટ મુજબ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ગુરુચરણ સિંહના ગૂમ થવાના મામલે દિલ્હી પોલીસે કિડનેપિંગનો કેસ દાખલ  કર્યો છે. ગુરુચરણ સિંહના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે આઈપીસીની કલમ 365 હેઠળ કેસ દાખલ કર્યો. FIR દાખલ થયા બાદ પોલીસની પ્રાથમિક ફરિયાદમાં જાણવા મળ્યું કે ગુરુચરણ સિંહ 22 એપ્રિલના રોજ સવારે મુંબઈ માટે નીકળ્યા હતા. 8.30 વાગ્યાની તેમની ફ્લાઈટ હતી પરંતુ તેમણે ફ્લાઈટ પકડી નહીં અને મુંબઈ પણ ન પહોંચ્યા. ત્યારબાદ અભિનેતા ગુરુચરણ સિંહના પિતાએ 25 એપ્રિલના રોજ બપોરે 3 વાગે પાલમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. 

પોલીસને મળ્યા સીસીટીવી ફૂટેજ
રિપોર્ટ મુજબ પોલીસ અભિનેતા ગુરુચરણ સિંહની તપાસમાં લાગી છે. એવું કહેવાય છે કે પોલીસને એક સીસીટીવી ફૂટેજ પણ મળ્યું છે જેમાં અભિનેતા ગુરુચરણ સિંહ જતા જોવા મળે છે અને તેમનો  ફોન નંબર પણ 24 એપ્રિલ સુધી ચાલુ હતો જેનાથી અનેક ટ્રાન્ઝેક્શન પણ થયા છે. 

સોઢીની છેલ્લી પોસ્ટ વાયરલ
રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલા ગુરુચરણ સિંહના ગૂમ થતા પહેલા તેમની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ હાલ વાયરલ થઈ રહી છે. ગુરુચરણ સિંહે છેલ્લી પોસ્ટમાં પિતા સાથે ફોટો શેર કર્યો હતો અને તેમને બર્થડે વિશ કર્યું હતું. ગુરુચરણ સિંહની ગાયબ થતા પહેલાની છેલ્લી પોસ્ટ પર નેટીઝન્સ અને અભિનેતાના ફેન્સ ખુબ કમેન્ટ કરી રહ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More