Home> Entertainment
Advertisement
Prev
Next

TMKOC: જો તમે છો તારક મહેતાના જબરા ફેન, તો આ ફોટા પરથી ઓળખો તમારો પ્રિય પાત્રને

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) તે ગણતરીના ટીવી શોમાંતી એક છે જે છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. છેલ્લા 13 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહેલા આ શોના પાત્ર ઘર-ઘરમાં જાણીતા છે

TMKOC: જો તમે છો તારક મહેતાના જબરા ફેન, તો આ ફોટા પરથી ઓળખો તમારો પ્રિય પાત્રને

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) તે ગણતરીના ટીવી શોમાંતી એક છે જે છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. છેલ્લા 13 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહેલા આ શોના પાત્ર ઘર-ઘરમાં જાણીતા છે. આ પાત્રોને નિભાવતા તમામ કલાકારો આ વચ્ચે બદલાતા રહ્યા છે પરંતુ કેટલાક એક્ટર એવા છે જેઓ શરૂઆતથી આ શોનો ભાગ રહ્યા છે.

fallbacks

જબરા ચાહક છો તો ઓળખો
આવા અભિનેતાઓમાંનો એક અભિનેતા તન્મય વેકરિયા છે જે શોમાં બાઘાની ભૂમિકા ભજવે છે. શ્રોતાઓને બાઘાની ધ્રુજાતા બોલવાનો અંદાજ ખૂબ જ પસંદ છે અને તેમણે આ અભિનયથી આ પાત્રને ખૂબ પ્રખ્યાત બનાવ્યું છે. સમય જતાં બાઘામાં ઘણો બદલાવ આવ્યો છે, પરંતુ આજે અમે તમને તેની આવી તસવીર બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમે માથું ખંજવાળવા લાગશો.

નંદનીની હાલત જોઈને સમર થયો પાગલ, અનુજ-અનુપમા પર ગુસ્સે થશે વનરાજ

કલાકારોને ઓળખવા મુશ્કેલ
વાસ્તવમાં આ ફોટામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ઘણા કલાકારો જોવા મળી રહ્યા છે અને આશ્ચર્યજનક બાબત એ છે કે આ થ્રોબેક ફોટામાં જેઠાલાલ (Jethalal) સિવાયના કોઈપણ પાત્રોને ઓળખવા મુશ્કેલ છે. પરંતુ અમે તમને જણાવી દઇએ કે, આ ફોટોમાં જેઠાલાલ ઉપરાંત બાઘા (Bagha) અને બાપુજી (Bapuji) પણ જોવા મળી રહ્યા છે. પરંતુ શું તમે તેમને ઓળખી શકશો.

બોલિવુડ સોન્ગમાં માઁ મોગલ અને માઁ મેલડીના ગરબા સાથે અશ્લીલતા પીરસાઈ, ગઢવી સમાજ થયો લાલઘૂમ

ટ્રિપ પર ક્યાં ગયો હતો બાઘા?
તમને જણાવી દઇએ કે, આ ફોટાને બાઘા (Bagha) નો રોલ કરનાર તન્મય (Tanmay) એ શેર કર્યો છે.આ ફોટો શેર કરતા બાઘાએ લખ્યું- કેટલીક યાદો હમેશા અમારી સાથે જ રહે છે. એક ગુજરાતી પ્લેના શાનદાર ટૂર પર અમે લોકો. તમને જણાવી દઇએ કે આ તસવીર 2007 માં લેવામાં આવી હતી જ્યારે તેમના ગુજરાતી નાટક 'દયા ભાઈ દોધ દયા' માટે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More