નવી દિલ્હીઃ 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ગોકુલધામમાં રહેતા લોકોની કહાની છે. આ TV શોની કહાની જેઠાલાલ (Dilip Joshi) અને દયા બહેન (Disha Vakani) ના પરિવારની આસપાર જ ફરે છે. દરેકના તાર જેઠાલાલ અને દયાના પાત્ર સાથે જોડાયેલા છે. ફેન્સ પણ આ જોડીને ખૂબ પસંદ કરે છે પરંતુ હાલ આ બન્ને સાથે જોવા નથી મળતા. લાંબા સમયથી દયા બહેનનો રોલ ભજવવાવાળી દિશા વાકાણી બ્રેક પર છે અને તે શોમાં પરત આવશે કે નહીં તે પણ કોઈ જાણતું નથી પરંતુ જો અમે એમ કહીયે કે દયા બહેન નહીં પરંતુ તેમની માતા આ શોમાં જોવા મળશે તો?
જો તારક મહેતામાં આવે દયાની માતા તો...
આમતો દયા બહેન (Disha Vakani) હંમેશા તેમની માતા સાથે ફોન પર વાત કરતા જોવા મળતા હતા તેમનો ચહેરો ક્યારેય બતાવવામાં નથી આવ્યો. દયાની માતા જેઠાલાલ (Dilip Joshi) ના નવા અને અતરંગી નામ પણ રાખતી હતી. હવે બની શકે છે કે તમને દયાની માતાને જોવાનો લાભ મળી જાય. એક્ટર કેતકી દવે (Ketki Dave) એ દયાની માતાનો રોલ પ્લે કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
કેતકી દવે છે ફેમસ:
કેતકી દવે (Ketki Dave) ફેસ એક્ટર છે. કેતકી દવે એજ છે જેમને 'આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા' જોની લીવરની પત્નીનો રોલ કર્યો હતો. કેતકી દવેની સ્ટાઈ દયાભાભી એટલે કે દિશા વાકાણી સાથે વધુ મળે છે. કેતકી દવે ગુજરાતી છે અને ગુજરાતી સિનેમામાં ખૂબ કામ કર્યું છે. 'ક્યો કી સાસ ભી કભી બહુ થી' સિરિયલથી કેતકી દવે હિટ થયા હતા. આ શો માં તેમને દક્ષા વીરાનીનો રોલ કર્યો હતો.
Virat Kohli ની Ex-Girlfriend ને જોશો તો કહેશો કે આટલી જોરદાર છોકરી...તો પછી કેમ થયું બ્રેકઅપ?
કેતકીએ જ વ્યક્ત કરી ઈચ્છા:
કેતકી દવે (Ketki Dave) એ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જો તેમને દયાની માતાનો રોલ ઓફર કરવામાં આવે તો તે જરૂર કરશે. થોડા સમય પહેલાં પણ વાત ઉડી હતી કે કેતકી દવે દયાની માતાના રોલમાં જોવા મળશે. હવે કેતકી દવેએ જ આ રોલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે 'તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના મેકર્સ કેતકી દવેને રોલ આપે છે કે કેમ તે સમય જ બતાવશે.
Hot Actresses ના Yoga ની Hot તસવીરો થઈ વાયરલ, જુઓ Bollywood માં તમને કોનું ફિગર લાગે છે વધારે Hot!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે