નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં બાપૂજી એટલે કે ચંપક ચાચા (Bapuji or Champak chacha) નું પાત્ર ભજવતા અમિત ભટ્ટ (Amit Bhatt) રિયલ લાઇફમાં ખુબ યંગ અને હેન્ડસમ લાગે છે. શોમાં સૌથી વૃદ્ધ વ્યક્તિનું પાત્ર ભજવી ફેમસ થયેલા અમિતે નવા વર્ષમાં પોતાની એક તસવીરથી બધાને ચોંકાવી દીધા છે. તે આ તસવીરમાં એક ખુબસુરત મહિલા સાથે પોઝ આપી રહ્યાં છે.
કોણ છે ચંપલ ચાચાની સાથે આ હસીના
જો તમે અત્યાર સુધી એક્ટર અમિત ભટ્ટની રિયલ લાઇફ વિશે નથી જાણતા તો આ તસવીર જોઈ ચોંકીજ શો. કારણ કે આ બીજુ કોઈ નહીં પરંતુ તેમની રિયલ લાઇફ પત્ની કૃતિ ભટ્ટ છે. કૃતિ આમ તો લાઇમલાઇટથી દૂર રહે છે. પરંતુ અમિત ઇન્સ્ટાગ્રામ પર વાઇફ અને બંને પુત્રોની તસવીરો શેર કરતી રહે છે. જુઓ આ તસવીર...
ફેન્સે આપી પ્રતિક્રિયા
હવે આ તસવીરને ફેન્સ શેર કરી રહ્યાં છે. આ તસવીરને જોઈને યૂઝર્સ રસપ્રદ કોમેન્ટ કરી રહ્યાં છે. કોઈ કહી રહ્યું છે કે આ જેઠાના માતા છે. તો કોઈ કહી રહ્યુ છે કે દયાની જગ્યાએ હવે બાપૂજીની પત્નીએ શોમાં આવવું જોઈએ. તો લોકો અમિતની પ્રશંસા કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
13 વર્ષથી છે શોમાં
અમિત ભટ્ટ છેલ્લા 13 વર્ષથી આ પાત્ર ભજવી રહ્યા છે અને આજે તેમને દરેક ઓળખે છે. છેલ્લા ઘણા વર્ષથી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યાં છે, પરંતુ તેમને સ્ટારડમ અને સફળતાનો સ્વાદ તારક મેહતા શોમાં બાપૂજી બનીને મળ્યો છે. તમને જણાવી દઈએ કે અમિત ભટ્ટને આ રોલ માટે ઓડિશન વગર સાઇન કરી લેવામાં આવ્યા હતા.
Pushpa નો આ સીન તમે નહીં જોયો હોય, જુઓ અલ્લુ અર્જુનનો ડિલીટ કરાયેલો આ અફલાતુન વીડિયો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે