Home> Entertainment
Advertisement
Prev
Next

'બાહુબલી' અભિનેત્રી Tamannaah Bhatia ને થયો કોરોના, હોસ્પિટલમાં દાખલ 

બાહુબલી ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) ના ચાહકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. તમન્ના ભાટિયાને કોરોના (Corona)  થયો છે. તમન્નાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને એક હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. અભિનેત્રીમાં જ્યારે કોરોનાના લક્ષણો જોવા મળ્યા ત્યારે તે હૈદરાબાદમાં એક વેબ સિરીઝનું શૂટિંગ કરી રહી હતી. 

'બાહુબલી' અભિનેત્રી Tamannaah Bhatia ને થયો કોરોના, હોસ્પિટલમાં દાખલ 

નવી દિલ્હી: બાહુબલી ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) ના ચાહકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. તમન્ના ભાટિયાને કોરોના (Corona)  થયો છે. તમન્નાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને એક હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. અભિનેત્રીમાં જ્યારે કોરોનાના લક્ષણો જોવા મળ્યા ત્યારે તે હૈદરાબાદમાં એક વેબ સિરીઝનું શૂટિંગ કરી રહી હતી. 

fallbacks

AIIMSનો રિપોર્ટ કહે છે 'સુશાંતે કરી હતી આત્મહત્યા', છતાં આ સવાલો તો હજુ પણ ઠેરના ઠેર

મળતી માહિતી મુજબ તમન્નાની તબિયત સારી જોવા ન મળતા તેનો કોવિડ-19 ટેસ્ટ કરાવવામાં આવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ તેને એક હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. કહેવાય છે કે તમન્નાને હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. 

બોલિવુડ ડ્રગ્સ કેસ: વધુ એક મોટો ધડાકો...નશાની માયાજાળનો આ અભિનેતા છે 'માસ્ટરમાઈન્ડ'!

અત્રે જણાવવાનું કે અભિનેત્રીના માતા પિતાને ઓગસ્ટમાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. તમન્નાએ ત્યારે ટ્વિટર પર આ ખબર શેર કરી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું હતું કે 'મારા માતા પિતામાં આ અઠવાડિયે કોવિડ-19ના હળવા લક્ષણો જોવા મળ્યા અને સુરક્ષા કારણોસર, ઘરના તમામે ટેસ્ટ કરાવ્યા. પરિણામ હાલ આવ્યા અને દુર્ભાગ્યવશ મારા માતા પિતા પોઝિટિવ આવ્યા છે.' 

શું બગડી રહી છે સંજય દત્તની તબિયત? સામે આવી તસવીર

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તમન્નાને નવાઝુદ્દીન સિદ્દીકી સાથેની ફિલ્મ 'બોલે ચૂડિયા'ની રિલીઝનો ઈન્તેજાર છે. આ સાથે જ તે પોતાની તેલુગુ સ્પોર્ટ્સ એક્શન ડ્રામા ફિલ્મ 'સીટરાઈમર'નું શૂટિંગ પણ ફરીથી શરૂ થાય તેની આશા જોતી હતી. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More