નવી દિલ્હી : અનેક સફળ તામિલ ફિલ્મોમાં સહાયક ભૂમિકામાં જોવા મળેલી સાઉથની એક્ટ્રેસ સંગીતા બાલનની સેક્સ રેકેટ ચલાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ન્યૂઝ અનુસાર તેની પર ચેન્નાઈના એક રિસોર્ટમાંથી સેક્સ રેકેટ ચલાવવાનો ગંભીર આરોપ છે.
Tamil television actress Sangeetha arrested for allegedly running a prostitution racket at a resort in Chennai. #TamilNadu
— ANI (@ANI) June 3, 2018
પોલીસને આ રેકેટની સિક્રેટ જાણકારી મળી ગઈ હતી અને એના આધારે જ રિસોર્ટ પર રેઇડ કરવામાં આવી હતી જેમાં આ કામમાં સંડોવાયેલી ત્રણ અભિનેત્રીઓ પણ મળી આવી છે. આ કાંડમાં બીજા મોટા માથાના નામ પણ જાહેર થઈ શકે છે.
આજે ફરી બદલાઇ શકે છે મૌસમ, આ રાજ્યોમાં વાવાઝોડા અને હિમવર્ષાનું એલર્ટ
સંગીતાએ ફિલ્મ્સ ઉપરાંત અનેક ટીવી શોઝમાં પણ કામ કર્યું હતું. તેને તામિલ ટીવી શો ‘વાણી રાની’માં કરેલા મહત્વના રોલથી જ ઓળખ મળી છે. સંગીતા બાલને તામિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરુઆત વર્ષ 1996માં ફિલ્મ ‘કરુપ્પા રોજા’ સાથે કરી હતી. તેને ટીવી શોઝથી સારી એવી લોકપ્રિયતા મળી હતી. ‘વાણી રાની’થી તે ખૂબ જ લોકપ્રિય થઈ હતી. જેમાં તેની સાથે રાધિકા, વેણુ અરવિંદ અને બબલુ પૃથ્વીરાજ જેવા એક્ટર્સે કામ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે