બેંગલુરૂઃ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક અભિનેત્રીના મોતે બધાને ચોંકાવી દીધા છે. ઉભરતી અભિનેત્રી પોલીન જેસિકા (Pauline Jessica) ઉર્ફે દીપા પોતાના એપાર્ટમેન્ટમાં મૃત મળી છે. પોલીસના પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. પોલીસને તેનો મૃતદેહ ઘરના એક રૂમમાં લટકતો મળ્યો છે. દીપાના મોતે તમિલ ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે દીપા પોતાની લવ લાઇફને લઈને પરેશાન હતી. હાલમાં ગીતકાર કાલિબનની પુત્રી થુરિગાઈએ પણ આત્મહત્યા કરી હતી. થુરિગાઈના માતા-પિતા તેના લગ્ન કરાવવા ઈચ્છતા હતા પરંતુ તે તૈયાર નહોતી. ત્યારબાદ તેણે પોતાનો જીવ આપી દીધો હતો.
રિલેશનશિપમાં પરેશાન હતી દીપા
દીપાની ઉંમર માત્ર 29 વર્ષ હતી. ફિલ્મી દુનિયામાં તેનું કરિયર ધીમે-ધીમે આગળ વધી રહ્યું હતું પરંતુ તેની લવ લાઇફમાં બધુ બરાબર નહોતું. પોલીસ તેની અંગત જીવનના એંગલથી પણ તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તે કોઈ વ્યક્તિને પ્રેમ કરતી હતી પરંતુ રિલેશનશિપમાં તે પરેશાન ચાલી રહી હતી અને આખરે આજે તેની જિંદગીનો અંત આણી દીધો. શરૂઆતી તપાસમાં આ આપઘાતનો મામલો લાગી રહ્યો છે. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે અને કારણ શોધી રહી છે.
દોસ્તે પોલીસને આપી મોતની જાણકારી
દીપા ચેન્નઈના વિરૂગંબાક્કમ મલ્લિકાઈ એવેન્યૂમાં રહેતી હતી. તેના સંબંધીએ તેનો ફોન કર્યો તો ઉઠાવ્યો નહીં. ત્યારે તેનો મિત્ર પ્રભાકર તેના ઘરે પહોંચ્યો અને મોતની જાણકારી પોલીસને આપી હતી.
આ ફિલ્મોમાં કર્યું છે કામ
દીપાએ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ વૈધામાં કામ કર્યું હતું. આ સિવાય તેણે સુપરહિટ થ્રિલર Thupparivalan માં પણ એક નાનો રોલ કર્યો હતો. દીપાના ખાતામાં બીજા પ્રોજેક્ટ્સ પણ હતા પરંતુ તે પહેલા તેણે દુનિયાને અલવિદા કહી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે