Home> Entertainment
Advertisement
Prev
Next

Tamiur's Nany: તૈમૂરનું ધ્યાન રાખવા માટે ખરેખર લલિતા ડિસિલ્વાને મળતા 2.5 લાખ રૂપિયા ? વર્ષો પછી જણાવી હકીકત

Tamiur's Nany Lalita DSilva: લલિતા ડિસિલ્વા અનંત અંબાણીની પણ નૈની રહી ચુકી છે. તે અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના લગ્ન પણ જોવા મળી હતી. હાલ તે સાઉથ સુપરસ્ટાર રામચરણ અને ઉપાસનાની દીકરી ક્લિન કારાની નૈની છે. 

Tamiur's Nany: તૈમૂરનું ધ્યાન રાખવા માટે ખરેખર લલિતા ડિસિલ્વાને મળતા 2.5 લાખ રૂપિયા ? વર્ષો પછી જણાવી હકીકત

Tamiur's Nany Lalita DSilva: કરીના કપૂર અને સૈફ અલી ખાનના દીકરાનો જન્મ થયો હતો ત્યારે તે મીડિયા સંસેશન બની ગયો હતો. તૈમૂર નાનો હતો ત્યાં સુધી તેની નૈની સાથે જ દેખાતો અને જ્યારે પણ તે બહાર નીકળતો પૈપ્સ તેને ઘેરી લેતા. તૈમૂરની સાથે તેની નૈની પણ ફેમસ થઈ ગઈ હતી. તૈમૂરની નાની લલિતા ડિસિલ્વા હાલ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. તાજેતરમાં જ લલિતા ડિસિલ્વાએ અંબાણી પરિવાર સાથેની તસવીરો શેર કરી હતી.

fallbacks

આ પણ વાંચો: આ હોરર ફિલ્મો જોવી કાચા પોચા લોકોનું કામ નથી, ભૂત આસપાસ ફરતું હોય તેવો અનુભવ કરાવે

તાજેતરમાં લલિતા ડિસિલ્વાએ એક ઈંટરવ્યુ દરમિયાન કેટલીક વાતોનો ખુલાસો કર્યો હતો. લલિતા જ્યારે તૈમૂરની નૈની હતી ત્યારે ચર્ચાઓ હતી કે તેને 2.5 લાખ રૂપિયા સેલેરીના મળતા હતા. આ મામલે ઘણા સમય સુધી ચર્ચા ચાલી હતી. મોટાભાગના લોકો આ વાતને સાચી પણ માને છે. પરંતુ હવે ખુદ લલિતા ડિસિલ્વાએ આ અંગે ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો: Falguni Pathak: કેમ કુંવારી રહી આ ફેમસ ગુજરાતી સિંગર, 55 વર્ષની ઉંમરે કર્યો ખુલાસો

લલિતા ડિસિલ્વાને જ્યારે પુછવામાં આવ્યું કે ખરેખર તેને 2.5 લાખ રૂપિયા સેલેરી મળતી ? તો તેણે હસતા હસતા જવાબ આપ્યો કે આ વાત અફવા છે. કાશ કે તે આટલી સેલેરી લઈ શકતી પરંતુ આ વાત ખોટી છે. લલિતા ડિસિલ્વા અનંત અંબાણીની પણ નૈની રહી ચુકી છે. તે અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના લગ્ન પણ જોવા મળી હતી. હાલ તે સાઉથ સુપરસ્ટાર રામચરણ અને ઉપાસનાની દીકરી ક્લિન કારાની નૈની છે. 

આ પણ વાંચો: Sonakshi Sinha: લગ્નના 1 જ મહિનામાં ઝહીરની આ આદતથી કંટાળી ગઈ સોનાક્ષી સિંહા

આ મુલાકાતમાં લલિતા ડિસિલ્વાએ કરીના કપૂર અને સૈફ અલીના વખાણ પણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે તેઓ ખૂબ જ સારા છે. તેમની દિનચર્ચા પણ સરળ છે. તેઓ પોતાના સ્ટાફને પણ સારી રીતે રાખે છે. બધા માટે એકસરખું ભોજન બને છે અને ઘણીવાર બધા સાથે જમે પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More