નવી દિલ્હી: નવી દિલ્હી: બોલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ (Ajay Devgn) હાલમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર (Tanhaji: The Unsung Warrior)'ને લઇને ખૂબ વ્યસ્ત છે. અજય દેવગણની આ ફિલ્મ આગામી 10 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તો બીજી તરફ ફિલ્મનું ટ્રેલર આજે (19 નવેમ્બર)ના રોજ રિલીઝ થઇ ગયું છે. લોકો આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઇ રહ્યા હતા, તેમની આતુરતા અંત આવી ગયો છે.
તો બીજી તરફ તાજેતરમાં અજય દેવગણે કહ્યું હતું કે તેમણે પોતાની આગામી ફિલ્મ 'તાનાજી' માટે શૂટિંગની તૈયારીઓ કરતી વખતે શાનદાર મરાઠી ઇતિહાસ વિશે ઘણુ બધુ જાણવા મળ્યું છે. તેમણે પોતાના ટ્વિટર પર ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે 'તાનાજી'ની તૈયારીઓ કરતી વખતે મેં મરાઠાના શાનદાર ઇતિહાસ વિશે ઘણી બધી જાણકારી પ્રાપ્ત કરી.
તમને જણાવી દઇએ કે 'તાનાજી' એક પિરિયડ ડ્રામા ફિલ્મ છે. જેમાં અજય સાથે તેમની પત્ની અને બોલીવુડની જાણિતી અભિનેત્રી કાજોલ પણ છે. 17મી શતાબ્દીની પૃષ્ઠભૂમિ પર આધારિત ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ભારતીય ઇતિહાસના વિસ્મૃત યોદ્ધા, છત્રપતિ શિવાજી મહારાજની સેનાના તાનાજી માલુસરેની જીંદગી પર આધારિત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે