Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO : તનુશ્રી દત્તાએ જ્યારે ઉઠાવ્યો બોલિવૂડના ગંદા રહસ્ય પરથી પડદો !

તનુશ્રીએ બોલિવૂડના ટોચના એક્ટર પર મૂક્યો છે ગંદો આરોપ

VIDEO : તનુશ્રી દત્તાએ જ્યારે ઉઠાવ્યો બોલિવૂડના ગંદા રહસ્ય પરથી પડદો !

મુંબઈ : ગયા વર્ષે હોલિવૂડમાં મી ટૂ મૂવમેન્ટ શરૂ થઈ હતી. આ મૂવમેન્ટમાં અનેક લોકોએ શરમાયા કે ગભરાયા વગર પોતાની સાથે થયેલા ખરાબ અનુભવો દુનિયા સામે મુક્યા હતા. બોલિવૂડમાં પણ અનેક અભિનેત્રીઓએ પોતાની સાથે થયેલી જબરદસ્તીની ઘટનાઓ દુનિયા સામે મૂકી હતી પણ આનું કોઈ નક્કર પરિણામ નથી આવ્યું. 

fallbacks

એક સમયે બોલિવૂડની દુનિયામાં પોતાની બોલ્ડ ઇમેજથી ધમાલ મચાવનાર એક્ટ્રેસ તનુશ્રી દત્તા ફરી મી ટૂ મૂવમેન્ટથી ચર્ચમાં આવી છે. તનુશ્રીએ હાલમાં પોતાના એક ઇન્ટરવ્યૂમાં એવી વાત કરી દીધી છે કે બધા તનુશ્રીની ચર્ચા કરી રહ્યા છે. 

ટીવી ચેનલ ઝૂમને આપેલા ઈન્ટરવ્યુમાં તનુશ્રીએ જણાવ્યું કે નાના પાટેકરે એક ફિલ્મના ગીતના શૂટિંગ દરમિયાન તેને ખોટી રીતે સ્પર્શવાની કોશિશ કરી હતી. તનુશ્રીએ આરોપ લગાવ્યો કે ઈન્ડસ્ટ્રીમાં મોટા ભાગના લોકો જાણે છે કે નાનાનો મહિલાઓ પ્રત્યે વ્યવહાર કેવો છે અને તે કેટલી ખરાબ રીતે મહિલાઓ સાથે વર્તન કરે છે. 2018ની એક ઘટના યાદ કરતા તનુશ્રીએ કહ્યું કે તેણે કોન્ટ્રેક્ટ અનુસાર હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મમાં સોલો ડાન્સ કરવાનો હતો. પરંતુ શૂટના પ્રથમ જ દિવસથી નાનાએ તેની સાથે ગેવર્તન શરૂ કરી દીધું હતું. નાનાના આવા વર્તન અંગે તનુશ્રીએ જ્યારે પ્રોડ્યુસર-ડિરેક્ટરને વાત કરી ત્યારે તેમણે તનુશ્રીને નાનાની વાત માનવાની સલાહ આપી.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More