Home> Entertainment
Advertisement
Prev
Next

Taarak Mehta... ના જેઠાલાલ બન્યા 'રઈસ'ના શાહરૂખ ખાન, વીડિયો જોઈ ખુશ થઈ જશે મન

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'  (Taarak Mehta Ka Ooltah Chashmah) સીરિયલના ચાહકો મોટી સંખ્યામાં છે. દર્શકો ન માત્ર શોને પસંદ કરે છે પરંતુ તેના કલાકારોને પણ ખુબ પ્રેમ આપે છે. 
 

Taarak Mehta... ના જેઠાલાલ બન્યા 'રઈસ'ના શાહરૂખ ખાન, વીડિયો જોઈ ખુશ થઈ જશે મન

નવી દિલ્હીઃ કોમેડી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'  (Taarak Mehta Ka Ooltah Chashmah) માં જોવા મળતા પાત્રોને ઘરે-ઘરે પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને જેઠાલાલ ખુબ જાણીતા છે. હાલમાં જેઠાલાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે તેના એક ફેને બનાવ્યો છે. આ વીડિયોમાં જેઠાલાલ શાહરૂખ ખાનના અવતારમાં જોવા મળી રહ્યાં છે. 

fallbacks

વાયરલ થયો ક્રોસઓવર વીડિયો
'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'  (Taarak Mehta Ka Ooltah Chashmah) સીરિયલના ચાહકો મોટી સંખ્યામાં છે. દર્શકો ન માત્ર શોને પસંદ કરે છે પરંતુ તેના કલાકારોને પણ ખુબ પ્રેમ આપે છે. ફેન્સ શો અને તેની સાથે જોડાયેલા સેલિબ્રિટીઓના ફોટો અને વીડિયો શેર કરતા રહે છે. આ વચ્ચે શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની ફિલ્મ રઈસ (Raees) અને તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો ક્રોસઓવર વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

ફેને શેર કર્યો વીડિયો
સોશિયલ મીડિયા પર એક ફેને શાનદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં શાહરૂખની ફિલ્મ રઈસનું ટ્રેલર ચાલી રહ્યુ છે. જ્યારે વીડિયોમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના વીડિયો ક્લિપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ક્રોસઓવરને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. 

આ પણ વાંચોઃ FUNNY NICKNAMES: પ્રિયંકા, આલિયા, વરુણ આ બધાના નિકનેમ જાણીને તમે પણ હસી પડશો

જેઠાલાલ બન્યા હીરો
આ ક્લિપમાં સૌથી વધુ ફોકસ જેઠાલાલ પર કરવામાં આવ્યું છે એટલે કે આ ક્રોસઓવર વીડિયોના શાહરૂખ ખાન બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે જેઠાલાલનું અસલી નામ દિલીપ જોશી છે. તેઓ ટીવી સીરિયલ સિવાય ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More