Home> Entertainment
Advertisement
Prev
Next

TMKOC: ક્યાં છે? શું કરે છે? તારક મહેતાના એ બાળકો જે ક્યારેક હતા તમારા ફેવરિટ, અહીં જાણો

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અત્યાર સુધીના સૌથી પ્રિય શોમાંથી એક શો છે. શું તમે જાણો છો કે આ શોના બાળકો હવે કેટલા મોટા થઈ ગયા છે.

TMKOC: ક્યાં છે? શું કરે છે? તારક મહેતાના એ બાળકો જે ક્યારેક હતા તમારા ફેવરિટ, અહીં જાણો

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અત્યાર સુધીના સૌથી પ્રિય શોમાંથી એક શો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો 2008 માં સોની સબ પર શરૂ કરવામાં આવ્યો હતો. જે આજ સુધીના તેમના એપિસોડથી નંબર વન પર યથાવત છે. ટીવી પર 14 વર્ષથી જાદૂ ચલાવનાર શોના પાત્રો પણ ઘણા વર્ષોથી શોને આગળ વધારવામાં મદદ કરી રહ્યા છે. ત્યારે TMKOC ની એ ટપુ ગેંગ જે સૌના પ્રિય પાત્ર છે. તેઓ ક્યાં છે? શું કરે છે? આ ટપુ ગેંગની તસવીર જોઇ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

fallbacks

ટપુ (Bhavya Gandhi)
ટપુ સેનાના હેડ અને જેઠાલાલના પુત્ર ટપુનું સાચું નામ ભવ્ય ગાંધી છે. ભવ્યએ તારક મહેતા ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ભવ્ય સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ રહે છે. તેની પોતાની એક Youtube channe પણ છે, જેમાં તે ઘણા રમૂજી વીડિયો શેર કરે છે.

સોનુ (Jheel Mehta)
ઝીલ મહેતાએ વર્ષ 2012 માં શોને બાય બાય કહ્યું હતું. પરંતુ આજે પણ ઝીલની ફેન ફોલોવિંગ ઘણી સારી છે. નાની સોનું હવે ઘણી મોટી થઈ ગઈ છે અને ખુબ જ સુંદર દેખાઈ રહી છે. એક્ટિંગને બાય-બાય કહી ઝીલ હવે મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jheel Mehta (@jheelmehta_)

ગોલી (Kush Shah)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોલીનો રોલ કરનારનું સાચું નામ કુશ શાહ છે. કુશ અત્યારે હાલ શો સાથે જોડાયેલો છે. આ શો ઉપરાંત તેણે ઘણી શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ગોગી (Samay Shah)
ટપુ સેનાનો સૌથી નાનો સભ્ય હવે ઘણો મોટો થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે 7 વર્ષની ઉંમરથી સમય શાહ શો સાથે જોડાયેલો છે અને આજે પણ શોમાં જોવા મળી રહ્યો છે.

સોનુ (Nidhi Bhanusha)
TMKOC ની બીજી સોનુ નિધિ ભાનુશાળીએ પણ શોથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. શો છોડ્યા બાદ તે ઘણી મોજમસ્તી કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More