Home> Entertainment
Advertisement
Prev
Next

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'મા આ દમદાર અભિનેતાની થઈ રહી છે એન્ટ્રી!, જાણો કયું પાત્ર ભજવશે

સબ ટીવીનો સુપરહિટ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' હાલ સતત ચર્ચામાં છે. કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉન બાદથી જ આ ટીવી શોની સ્ટારકાસ્ટમાં ખુબ ફેરફાર જોવા મળી રહ્યાં છે. પહેલા તો સીરિયલના અંજલી ભાભી (નેહા મહેતા) અને મિસ્ટર સોઢી (ગુરુચરણ સિંહ)એ અલવિદા કહી. ત્યારબાદ હવે શોમાં એક નવા પાત્રની એન્ટ્રી થવા જઈ રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રાકેશ બેદીની ધમાકેદાર એન્ટ્રી જવા જઈ રહી છે. 

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'મા આ દમદાર અભિનેતાની થઈ રહી છે એન્ટ્રી!, જાણો કયું પાત્ર ભજવશે

મુંબઈ: સબ ટીવીનો સુપરહિટ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' હાલ સતત ચર્ચામાં છે. કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉન બાદથી જ આ ટીવી શોની સ્ટારકાસ્ટમાં ખુબ ફેરફાર જોવા મળી રહ્યાં છે. પહેલા તો સીરિયલના અંજલી ભાભી (નેહા મહેતા) અને મિસ્ટર સોઢી (ગુરુચરણ સિંહ)એ અલવિદા કહી. ત્યારબાદ હવે શોમાં એક નવા પાત્રની એન્ટ્રી થવા જઈ રહી છે. રિપોર્ટનું માનીએ તો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રાકેશ બેદીની ધમાકેદાર એન્ટ્રી જવા જઈ રહી છે. 

fallbacks

VIDEO: 'સડક 2'ના ટ્રેલર બાદ હવે ફિલ્મનું ગીત પણ બન્યું લોકોના રોષનો ભોગ, Dislikeનો વરસાદ

રાકેશ બેદી સીરિયલ 'ભાભીજી ઘર પર હૈ'માં જોવા મળ્યાં છે. આ શોમાં રાકેશ બેદી અંગૂરીભાભીના પિતા ભૂરેલાલની ભૂમિકામાં જોવા મળે છે. સીરિયલમાં રાકેશ બેદીની ભૂમિકાને ખુબ  જ પસંદ કરવામાં આવી છે. &ટીવીના આ શોમાં પોતાની છાપ છોડી જવા બદલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રાકેશ બેદી જબરદસ્ત ભૂમિકામાં જોવા મળશે. 

સુશાંતના મોતના સમાચારથી દેશ આઘાતમાં સરી પડ્યો, ત્યારે 14 જૂને રિયા આ વ્યક્તિ સાથે વાતોમાં હતી 'વ્યસ્ત'

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ રાકેશ બેદી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં તારક મહેતાના બોસની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ અગાઉ આ રોલ ટીવી એક્ટર સાહિલ લોઢા ભજવતા હતાં. તારક મહેતા હંમેશા પોતાના બોસથી ગભરાય છે. આવામાં રાકેશ બેદીની આ ભૂમિકા લોકોને ખુબ પસંદ પડશે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

My take on #corona

A post shared by Rakesh Bedi (@therakeshbedi) on

સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પોતાની ભૂમિકા વિશે જણાવતા રાકેશ બેદીએ કહ્યું કે "આ એક મજેદાર પાત્ર છે. 12 વર્ષ પહેલા પણ મને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કરવા માટે ઓફર મળી હતી. તે વખતે વાત ન બની પરંતુ હવે કોરોના લોકડાઉન  બાદ જ્યારે શૂટિંગ ફરી શરૂ થયું તો મેકર્સે આ રોલ માટે મને એપ્રોચ કર્યો." 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Fun time for “DAIDOO” at the shoot of BHABHIJI GHAR PAR HAIN

A post shared by Rakesh Bedi (@therakeshbedi) on

રાકેશ બેદીએ વધુમાં કહ્યું કે મારું પાત્ર હંમેશા જ સિરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માનો ભાગ રહ્યું છે. આવામાં મને આ ભૂમિકા ભજવવામાં વધુ મુશ્કેલી નહીં પડે. નોંધનીય છે કે સબ ટીવીની સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને દર્શકોનો ભરપૂર પ્રેમ મળે છે. આ જ કારણે આ શો ટીઆરપીએમાં ટોપ 5માં છવાયેલો રહે છે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More