નવી દિલ્હી : પ્રોડ્યુસર-ડિરેક્ટરના ઝગડામાં અટવાયેલી સારા અલી ખાનની પહેલી ફિલ્મ 'કેદારનાથ'નું પોસ્ટર આજે સવારે જ સામે આવ્યું છે અને હવે ફિલ્મનું ટીઝર પણ સામે આવી ગયું છે. આ ફિલ્મ લાંબા સમયથી અટકેલી હતી પણ હવે આખરે આ ફિલમની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો છે. ટીઝરમાં સારા અને સુશાંત વચ્ચે જબરદસ્ત રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
ટીઝરની શરૂઆત કેદારનાથમાં આવેલા ભીષણ પૂરના દ્રશ્યોથી થાય છે. પાણીમાં વહેતા જાનવર અને લોકોના વિઝ્યુઅલ્સ દમદાર છે. આની વચ્ચે સુશાંત સિંહ રાજપૂત તેમજ સારા અલી ખાન વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ નજરે ચડે છે. આ ફિલ્મ સૈફ અલી ખાન તેમજ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનની પહેલી ફિલ્મ છે. સારામાં અમૃતા સિંહની ઝલક દેખાય છે અને તે બહુ ખૂબસુરત લાગે છે.
VIDEO : દેસી ગર્લનો પાર્ટીમાં જોરદાર ડાન્સ, સાસુ અને માતાએ પણ લગાવ્યા ધમાલ ઠુમકા
Video : લોકપ્રિય સિંગર શાન પર ગૌહાટીમાં હુમલો, બંગાળી ગીત સાંભળીને ભડક્યા ચાહકો
સારા હાલમાં રણવીર સિંહ સાથે ફિલ્મ 'સિમ્બા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. 'કેદારનાથ' અટકવાથી ચર્ચા હતી કે ડિરેક્ટર રોહિત શેટ્ટીની 'સિમ્બા' જ સારાની પહેલી ફિલ્મ સાબિત થશે. આ ફિલ્મ 28 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. જોકે હવે ચર્ચા છે કે 'કેદારનાથ' આ વર્ષે 7 ડિસેમ્બરે રિલીઝ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે