નવી દિલ્હી : સલમાન ખાન બહેન અર્પિતાના પતિ આયુષ શર્માને બોલિવૂડમાં લોન્ચ કરી રહ્યો છે. આયુષની પહેલી ફિલ્મ 'લવરાત્રિ'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું સૌથી પહેલું પોસ્ટર વેલેન્ટાઇન્સ ડેના દિવસે રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે સલમાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મનું ટીઝ રિલીઝ કર્યું છે.
ભુખ લાગે તો કેમ આવે છે ગુસ્સો? ખુલી ગયું રહસ્ય
આ ફિલ્મ ગુજરાતની પૃષ્ઠભુમિ પર આધારિત છે. આ રોમેન્ટિક ફિલ્મમાં નવરાત્રિ દરમિયાન પાંગરતી લવસ્ટોરી દેખાડવામાં આવી છે. આયુષની પહેલી ફિલ્મમાં તેની હિરોઇન તરીકે વરિના હુસૈન જોવા મળશે.
ફિલ્મના પોસ્ટરથી માંડીને પહેલા ટીઝર સુધી સલમાનના ચાહકોએ તેને વખાણી છે. 'લવરાત્રિ'નું ટીઝર સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યું છે. ટીઝરમાં આયુષ અને વારિના દાંડિયારાસ રમતા જોવા મળી રહ્યા છે. 'લવરાત્રિ'નું ડિરેક્શન અભિરાજ મિનવાલા કરી રહ્યા છે અને એ 5 ઓક્ટોબરે રિલીઝ થશે. આ રોમેન્ટિક ડ્રામા સલમાન ખાન ફિલ્મ્સ વેન્ચરની પાંચમી ફિલ્મ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે