Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO : જબરદસ્ત છે 'સાહો'ના First Songનું ટીઝર, રિલીઝ સાથે જ લાખો વ્યુઝ

સાહોના ગીત સાઇકો સૈંયાના ટીઝરે રિલીઝની સાથે જ હલચલ મચાવી દીધી છે

VIDEO : જબરદસ્ત છે 'સાહો'ના First Songનું ટીઝર, રિલીઝ સાથે જ લાખો વ્યુઝ

નવી દિલ્હી : બાહુબલી સ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ સાહોના પહેલા ગીત સાઇકો સૈંયાના ટીઝરે રિલીઝની સાથે જ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. થોડા સમય પહેલાં આ ગીતનો ફર્સ્ટ લુક આવ્યો હતો અને હવે ટીઝર સામે આવ્યું છે. આ ટીઝર સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે અને એને રિલીઝની સાથે જ લાખો વ્યુઝ મળી ગયા છે. 

fallbacks

આ ટીઝરને પ્રભાસે પોતાની સોશિયલ મીડિયા વોલ પર શેયર કર્યું હતું. ભારતીય સિનેમામાં બાહુબલીના નામથી પ્રખ્યાત પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મના લેટેસ્ટ ગીતે લોકોના દિલ જીતી લીધા છે. સાઇકો સૈંયામાં શ્રદ્ધાનો બોલ્ડ અને પ્રભાસનો કુલ લુક લોકોને પસંદ પડ્યો છે. 

સાહો એક સ્પાઇ ડ્રામા ઉપર છે, જેમાં દર્શકોને હચમચાવી દે તેવા એક્શન સીન્સ જોવા મળશે. આ ફિલ્મમાં શ્રદ્ધા અને પ્રભાષની સાથે-સાથે ‘સાહો’માં નીલ નિતિન મુકેશ, જેકી શ્રોફ અને મહેશ માંજરેકર પણ જોવા મળશે. પ્રભાસની ફિલ્મ સાહો તામિલ, તેલુગુ તેમજ હિન્દી ફિલ્મમાં એકસાથે રિલીઝ થશે અને એને 150 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. ડિરેક્ટર સુજિતની આ ફિલ્મમાં નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ અને મહેશ માંજરેકરની સાથેસાથે ટીનુ આનંદ અને મંદિરા બેદી પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે અને એનો સામનો જોન અબ્રાહમની બાટલા હાઉસ સાથે થશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More