Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO : અવી રહી છે કોર્ટ રૂમ ડ્રામા ફિલ્મ, રિલીઝ થયું જબરદસ્ત ટીઝર

ઋચા ચઢ્ઢા અને અક્ષય ખન્ના સ્ટારર ફિલ્મ 'સેક્સન 375'નું ટીઝર લોન્ચ થઈ ગયું છે. ટીઝર જોઈને લાગે છે કે આ ફિલ્મ દેશમાં થઈ રહેલી રેપની ઘટના પર છે.

VIDEO : અવી રહી છે કોર્ટ રૂમ ડ્રામા ફિલ્મ, રિલીઝ થયું જબરદસ્ત ટીઝર

નવી દિલ્હી : ઋચા ચઢ્ઢા અને અક્ષય ખન્ના સ્ટારર ફિલ્મ 'સેક્સન 375'નું ટીઝર લોન્ચ થઈ ગયું છે. ટીઝર જોઈને લાગે છે કે આ ફિલ્મ દેશમાં થઈ રહેલી રેપની ઘટના પર છે. આ ફિલ્મ ભારતીય દંડ સંહિતાની કલમ 375 પર કેન્દ્રિત છે જે બળાત્કારના ગુના બદલ લગાવવામાં આવે છે. આ ફિલ્મના ટીઝરને આજે લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં ઋચા અને અક્ષય રેપ અને ન્યાય વિશે કેટલાક ચોંકાવનારા તથ્યો રજૂ કરે છે. 

fallbacks

આ ટીઝરમાં દલીલ કરતા ઋચા કહે છે કે આ દેશમાં દર 20 મિનિટે એક મહિલાનો રેપ થાય છે જેના જવાબમાં અક્ષય કહે છે કે ભારતમાં રેપનો દર 1.8 છે જેનો સીધો મતલબ છે કે એક લાખમાંથી 1.8 મહિલાઓ પોતાના જીવન દરમિયાન રેપનો સામનો કરે છે. આ સિવાય કોર્ટમાં બળાત્કારને લગતી અનેક ચોંકાવનારી દલીલો કરવામાં આવે છે. 

આ ટીઝર જોઈને લાગે છે કે અક્ષય કોઈ રેપના આરોપીનો વકીલ છે જ્યારે ઋચા કોઈ પીડિતને ન્યાય અપાવવાનો પ્રયાસ કરી રહી છે. અજય બહેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં રાહુલ ભટ્ટ અને મીરા ચોપડા પણ છે. આ ફિલ્મ 13 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More