નવી દિલ્હી : નાના પડદાની સુપરહિટ સિરિયલ 'ભાભીજી ઘર પર હૈં'માં અંગુરીભાભીનો રોલ કરનારી શુભાંગી અત્રે બહુ ફેમસ થઈ ગઈ છે. અંગુરી ભાભીના નામથી લોકપ્રિય શુભાંગી પોતાના દેસી અંદાજને કારણે બહુ લોકપ્રિય છે. જોકે હાલમાં શુભાંગી થાઈલેન્ડમાં રજાઓ ગાળવા ગઈ છે. તેણે થાઈલેન્ડની પોતાની સુપરબોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં શેયર કરી છે જેમાં તેનો અલગ અવતાર જોવા મળશે.
Loveratri Teaser : નવરાત્રિ વખતે યોજાશે 'લવરાત્રિ'નો જલસો
શુભાંગીનું શેડ્યુલ બહુ વ્યસ્ત રહે છે. આ કારણોસર તે રિલેક્સ થવા માટે પોતાના પરિવાર સાથે થાઇલેન્ડ રજાઓ ગાળવા પહોંચી છે. આ પ્રવાસની તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.
'ભાભીજી ઘર પર હૈં'માં પહેલાં એક્ટ્રેસ શિલ્પા શિંદે અંગુરી ભાભીનો રોલ કરી રહી હતી. જોકે શોના નિર્માતા સાથે તેનો મોટો ઝઘડો થયા પછી તેને હટાવી દેવામાં આવી હતી અને આ રોલ માટે શુભાંગીને સાઇન કરી લેવામાં આવી છે. શુભાંગીએ પોતાની કરિયર મોડલિંગથી શરૂ કરી હતી અને તેને પહેલો બ્રેક મળ્યો હતો એકતા કપૂરની 'કસૌટી ઝિંદગી કી'થી. હાલમાં તેની કરિયરની ગાડી પુરજોશમાં દોડી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે