નવી દિલ્લીઃ મનોજ બાજપેયી બોલીવુડના એવા ઘણાં ગાંઠ્યા એક્ટરોમાંથી એક છે જેની એક્ટીંગને સિગ્નેસર એક્ટીંગ કહેવામાં આવે છે. આ એવા અદાકારોમાંથી એક છે જે કોઈપણ ભૂમિકા ભજવતો હોય તો એના અંદર એટલો ઉંડો ઉતરી જાય કે તમને વાસ્તવમાં જ એવું લાગે કે ખરેખર આ એજ વ્યક્તિ હશે નહીં કે અભિનેતા. ત્યારે મનોજ બાજપેયીના ચાહકો માટે એક સારા સમાચાર છે. મનોજ બાજપેયીની ફેમિલી મેન-2 વેબ સિરીઝનું નું ટ્રેલર આજે લોંચ કરવામાં આવ્યું.
મનોજ બાજપેયીની વેબ સિરીઝ 'ફેમિલી મેન' એ બધાના દિલ જીતી લીધા હતા. પહેલા ભાગની સફળતા પછી, આ સીરીઝની બીજી સીઝન લાવવામાં આવી રહી છે. મનોજ બાજપેયીની વેબ સિરીઝ ‘ફેમિલી મેન’ એ બધાના દિલ જીતી લીધા હતા. પહેલા ભાગની સફળતા પછી, આ સીરીઝની બીજી સીઝન લાવવામાં આવી રહી છે. આ સીરીઝ અમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવા જઈ રહી છે. ક્રિએટર જોડી, રાજ એન્ડ ડીકે ‘ફેમિલી મેન 2’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું. મનોજ વાજપેયી આ અંગે ગઈકાલે જ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉંટથી એ અંગે માહિતી આપી હતી.
“ધ ફેમિલી મેન” એ એક ઝડપી, એક્શન-ડ્રામા શ્રેણી છે, જે એક મિડલક્લાસ વ્યક્તિ શ્રીકાંત તિવારીની વાર્તા છે, અને તે રાષ્ટ્રીય તપાસ એજન્સીના વિશેષ સેલ માટે કામ કરે છે. આ શ્રેણીમાં શ્રીકાંતનું અશાંત જીવન દર્શાવવામાં આવ્યું છે જ્યાં તે તેની સિક્રેટ, ઓછી આવક, ઉચ્ચ દબાણ, ઉચ્ચ દાવની નોકરી અને એક પતિ અને પિતા હોવા વચ્ચે સંતુલન જાળવવા માટે સંઘર્ષ કરે છે. તે એક મધ્યમ વર્ગના માણસની વાર્તા છે જે એક વર્લ્ડ ક્લાસ જાસૂસ છે.
નવી સીઝનમાં, દેશના સૌથી પ્રિય ફેમિલી મેન ઉર્ફે શ્રીકાંત તિવારી ઉર્ફે મનોજ બાજપેયીએ આખરે તેમની બહુપ્રતીક્ષિત એક્શન સ્પાઈ થ્રિલર લઈને પાછા ફર્યા છે. આ વખતે, આ સંઘર્ષ વધુ તીવ્ર બનશે કારણ કે તે માત્ર પોતાના પરિવાર અને તેમના ડિમાન્ડિંગ પ્રોફેશનલ લાઈફને સંતુલિત કરવા માટે જ સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ તેને એક નવી નેમસીસ ‘રાજી’ નો પણ સામનો કરવો પડી રહ્યો છે.
એવોર્ડ વિજેતા અમેઝોન ઓરિજિનલ સીરીઝથી સાઉથની સુપરસ્ટાર સામન્થા અક્કિનેની ડિજિટલ પ્રવેશ કરી રહી છે, જે મનોજ બાજપેયી, પ્રિયમણિ સહિતના બહેતરીન કલાકારોની ટુકડીમાં સામેલ થઈ ગઈ છે. તેમજ શારિબ હાશમી, સીમા બિસ્વાસ, દર્શન કુમાર, શરદ કેલકર, સન્ની હિન્દુજા, શ્રેયા ધનવંતરી, શહાબ અલી, વેદાંત સિંહા અને મહક ઠાકુર જેવા પ્રતિભાશાળી કલાકારોની ટીમ પણ જોવા મળશે.
આ શોમાં તમિલ સિનેમાના અવિશ્વસનીય કલાકારો જેવા કે માઈમ ગોપી, રવિન્દ્ર વિજય, દેવદર્શિની ચેતન, આનંદસામી અને એન. અલગમપેરુમલ શામેલ છે. સીરીઝમાં, ખુંખાર આતંકવાદી મૂસાની ભૂમિકા અભિનેતા નીરજ માધવે નિભાવી હતી. નીરજને તેની ભૂમિકા માટે ઘણી પ્રશંસા પણ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે