મુંબઇ: સ્કાઇફોલ, સ્પેક્ટર અને અમેરિકન બ્યૂટીના ઓસ્કર વિજેતા નિર્દેશક સૈમ મેંડેસ પોતાની આગામી ફિલ્મ '1917' સાથે પ્રથમ વિશ્વ યુદ્ધની મહાગાથ મોટા પર રજૂ કરવા માટે તૈયાર છે. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન, બે યુવા બ્રિટિશ સૈનિકો, સ્કોફીલ્ડ (કેપ્ટન ફૈંટિસ્ટિક્સ જોર્જ મૈકકે) અને બ્લેક (ગેમ ઓફ થ્રોન્સ ડીન-ચાર્લ્સ ચૈપમૈન)ને એક અસંભવ મિશન આપવામાં આવે છે. સમય વિરૂદ્ધ એક રેસમાં, તેમને દુશ્મનના વિસ્તારને પાર કરવો પડશે અને એક સંદેશ આપવો પડશે જે હજારો સૈનિકો પર ઘાતક હુમકો રોકી દેશે અને આ દરમિયાન બ્લેકના પોતાના ભાઇ પણ છે.
રિલાયન્સ એન્ટરટેનમેંટે ટ્વિટર પર ફિલ્મનું ટ્રેલર શેર કરતાં લખ્યું, "Time is the enemy. From #SamMendes, the director of Skyfall, comes 1917. Coming soon. #1917Movie".
Time is the enemy. From #SamMendes, the director of Skyfall, comes 1917. Coming soon. #1917Moviehttps://t.co/zsBaZPRbBt#GeorgeMacKay @Dean_C_Chapman #MarkStrong #AndrewScott @_richardmadden #ClaireDuburcq #ColinFirth #BenedictCumberbatch #DreamWorksPictures @1917
— Reliance Entertainment (@RelianceEnt) August 5, 2019
1917 ના નિર્દેશન સૈન મેંડેસે કર્યું છે, જેમને ક્રિસ્ટી વિલ્સન-કેયર્ન્સ (શોટાઇમ પેની ડ્રેડફૂલ) સાથે સ્ટોરી લખી છે. ફિલ્મ મેંડ્સ અને પિપ્પા હૈરિયસ (રિવોલ્યૂશનરી રોડ, વી વી ગો) દ્વારા તેમને નીલ સ્ટ્રીટ પ્રોડક્શન્સ, જેને એન ટેંગગ્રીન (એસોસિએટ પ્રોડ્યૂસર સ્પેક્ટરા), કૈલ મૈકડોગલ (કાર્યકારી નિર્માતા, મૈરી પોપીન્સ રિટર્ન, સ્કાઇફોલ અને ઓલિવર (રોકેટમેન, બ્લેક સ્વાન) માટે બનાવવામાં આવી છે.
ફિલ્મ ન્યૂ રિપબ્લિક પિક્ચર્સના સહયોગ સાથે ડ્રીમવર્ક્સ પિક્ચર્સ માટે નીલ સ્ટ્રીટ પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત છે. યૂનિવર્સલ પિક્ચર્સ 25 ડિસેમ્બર 2019માં ફિલ્મને સીમિત રૂપથી રિલીઝ કરવામાં આવશે અને 10 જાન્યુઆરી, 2020માં રિલાયન્સ એન્ટરટેનમેંટ મોટાપાયે ફિલ્મને ભારતમાં રિલીઝ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે