ઝી બ્યૂરો, અમદાવાદઃ શું તમે જાણો છો કે કપિલના શોમાં જજની ખુરશી પર બેસવા માટે અર્ચના પૂરણ સિંહ (Archana Puran Singh Fees) કેટલા પૈસા લે છે? કપિલ શર્માના શોમાં માત્ર હા...હા...હા... કરીને હસવા માટે માટે અર્ચના પૂરણ સિંહને મળે છે ચગડી રકમ. એક એપિસોડની ફી સાંભળીને જ આવી જશે ચક્કર.
કપિલ શર્મા શો ખુબ જ પ્રખ્યાત છે. તેમાં અનેક કલાકારો કામ કરે છે. અને તેઓ એવા જોક્સ મારતા હોય છે કે અને તેના પર અર્ચના પૂરણ સિંહ જોરદાર ઠહાકા લગાવીને હસતી હોય છે. તેના આવા અનોખા હાસ્ય પર પણ કપિલ તેની મજાક ઉડાવતો હોય છે. પણ અર્ચનાને એનાથી કોઈ વાંધો નથી. કારણકે દરેક એપિસોડના તેના ખાતામાં જમા થાય છે અધધ રૂપિયા.
Bollywood Actress ને ફિલ્મ મેકરે કહ્યું તારા કપડાં ઉતાર, તારું આખું શરીર જોયા પછી તને રોલ આપીશ!
અહેવાલો અનુસાર વર્ષ 2021 માં અર્ચના પુરણ સિંહની (Archana Puran Singh Net Worth 2021) નેટ વર્થ કુલ સંપત્તિ 220 કરોડ છે. આ સાથે મુંબઈના મડ આઇલેન્ડમાં અર્ચનાનો એક ભવ્ય બંગલો પણ છે. નોંધનીય છે કે અર્ચનાએ 1993 માં ઝી ટીવી શો વાહ ક્યા સીન હૈ સાથે ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમનો શો તે વર્ષે સુપરહિટ શો સાબિત થયો હતો, ત્યારબાદ તેણે જાને ભી દો પારો, શ્રીમાન-શ્રીમતી શો પણ કર્યો.
ધ કપિલ શર્મા શોમાં (The Kapil Sharma Show) જોવા મળતી અભિનેત્રી અર્ચના પૂરણ સિંહ આ શોમાં તેના હાસ્ય માટે ખૂબ પ્રખ્યાત છે. આ શોમાં અર્ચના ઉપર ઘણા જોક્સ બોલવામાં આવે છે, ત્યારે પણ તે ખૂબ જોરથી હસતી અને હસાવતી જોવા મળે છે. આ શોમાં નવજોત સિંહ સિધ્ધુ જજની ખુરશી પર બેસતા હતા, પરંતુ હવે તેમની જગ્યાએ ફિલ્મ અને ટીવી જગતની પ્રખ્યાત અર્ચના પૂરણ સિંહ જોવા મળે છે.
શું તમે જાણો છો કે કપિલના શોમાં જજની ખુરશી પર બેસવા માટે અર્ચના પૂરણ સિંહ (Archana Puran Singh Fees) કેટલા પૈસા લે છે? જો તમને આ ખબર પડશે તો તમને પણ આશ્ચર્ય થશે. હા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને એક એપિસોડમાં હાં...હાં...હાં... કરીને હસવા માટે 10 લાખ રૂપિયા મળે છે. જી હા અર્ચના આટલી મોટી રકમ લે છે. એટલું જ નહીં શોમાં કામ કરનાર દરેક એક્ટર ઘણી ફી લે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે