Home> Entertainment
Advertisement
Prev
Next

હસવા માટે થઈ જાવ તૈયાર, જલદી શરૂ થશે The Kapil Sharma Show

લોકોનો પસંદગીનો શો ' ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show) જલદી વાપસી કરવાનો છે. કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે. 

હસવા માટે થઈ જાવ તૈયાર, જલદી શરૂ થશે The Kapil Sharma Show

નવી દિલ્હીઃ ટીવી જગતના જાણીતા શો ' ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show) ની જલદી પડદા પર વાપસી થવાની છે અને આ વાતની જાણકારી ખુદ કપિલ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર આપી છે. તેનો અર્થ છે કે તમે તમારા પરિવારની સાથે તૈયાર થઈ જાવ હાસ્યના ડોઝ લેવા.

fallbacks

કપિલે શેર કરી તસવીર
કપિલ શર્માએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટોમાં કપિલ શર્મા જૂની ટીમ સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીરોને શેર કરતા કપિલે લખ્યુ કે, જૂના ચહેરા સાથે નવી શરૂઆત. આ ફોટોમાં કપિલની સાથે કીકૂ શારદા, ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, ચંદન પ્રભાકર અને સુદેશ લહરી જોવા મળી રહ્યા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kapil Sharma (@kapilsharma)

કૃષ્ણાએ કર્યુ ટ્વીટ
આ પહેલા કોમેડિયન કૃષ્ણા અભિષેક (Krushna Abhishek) એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી હતી, જેનાથી અંદાજો લગાવી શકાય કે કપિલ શર્મા પોતાની ટીમની સાથે જલદી પરત આવવાનો છે. કૃષ્ણાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો, જેમાં ભારતી સિંહ અને કીકૂ શારદા જોવા મળી રહ્યા છે. ફોટો શેર કરતા અભિનેતાએ લખ્યું કે- જલદી પરત આવી રહ્યાં છીએ. અમારી પ્રથમ ક્રિએટિવીટી મિટિંગ, ખુબ ઉત્સાહિત છીએ. નવો માલ જલદી આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Anupama - વનરાજનો પ્લાન પ્રથમ દિવસે જ થયો ફેલ, કાવ્યાની આ વાતથી પરેશાન થયો પરિવાર

કોરોનાને કારણે બંધ હતો શો
નવી સીઝનને લઈને હોસ્ટ કપિલ શર્માએ પહેલા જાહેરાત કરી હતી કે તે રાઇટર અને નવા એક્ટર્સની શોધ કરી રહ્યો છે. ફેબ્રુઆરીમાં કપિલ શર્મા એકવાર ફરી પિતા બન્યો છે. કહેવામાં આવ્યુ હતું કે પત્ની ગિન્નીને સમય આપવા માટે કપિલે બ્રેક લીધો હતો. આ દરહમિયાન શોમાં કોવિડને કારણે વધુ ગેસ્ટ પણ આવી રહ્યાં નહતા. આ કારણે મેકર્સે થોડો સમય શો ઓફ-એર કરવાનો નિર્ણય લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More