Home> Entertainment
Advertisement
Prev
Next

મધરાતે કપિલ શર્માની 'પત્ની' ફસાઈ વિચારી ન હોય એવી મુસીબતમાં !

પોતાની સાથે બનેલી આ ઘટનાને સુમોના ક્યારેય નહીં ભુલે

મધરાતે કપિલ શર્માની 'પત્ની' ફસાઈ વિચારી ન હોય એવી મુસીબતમાં !

નવી દિલ્હી : કોમેડિયન કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની તરીકે લોકપ્રિય એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી ઘણા સમયથી નાના પડદાથી દૂર છે. જોકે સોશિયલ મીડિયાથી તે પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. સુમોનાએ રવિવાર (24 જૂને) પોતાનો 30મો જન્મદિવસ મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો હતો. સુમોનાએ આનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મુક્યો છે. સુમોનાને તેના જન્મદિવસે મિત્રોએ એવી સરપ્રાઇઝ આપી કે તે ક્યારેય નહીં ભુલી શકે. 

fallbacks
 

HELLO 30’s🥂 . . & thats the beginning of a new decade... Goodbye 20’s...

A post shared by Sumona Chakravarti (@sumonachakravarti) on

હાલમાં સુમોનાએ પોતાના બર્થ-ડેનો વીડિયો જાહેર કર્યો છે જેમાં તેના મિત્રો તેને અડધી રાતે સ્વિમિંગ પુલમાં ફેંકતા દેખાઈ રહ્યા છે. મિત્રો પાસેથી મળેલી આ સરપ્રાઇઝથી સુમોનાને આંચકો લાગે છે અને તે ઠંડીથી ધ્રુજતી દેખાઈ રહી છે. 

સુમોના કોમેડિયન કપિલ શર્માની ઓન સ્ક્રીન પત્ની તરીકે લોકપ્રિય છે. તેણે 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ' અને 'ધ કપિલ શર્મા શો' જેવા કોમેડી શોમાં દર્શકોનું બહુ મનોરંજન કર્યું છે. કોમેડી શો સિવાય સુમોનાએ 'કસ્તુરી', 'બડે અચ્છે લગતે હૈં' અને 'જમાઇ રાજા' જેવી કેટલીક ટીવી સિરિયલમાં કામ કર્યું છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More