Home> Entertainment
Advertisement
Prev
Next

The Kerala Story ને ટ્રેલર જોઈ તમારા રૂવાડા ઉભા થઈ જશે, 32000 યુવતીઓ લવ જેહાદનો શિકાર, ISISની બની ગુલામ

The Kerala Story Trailer ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની કહાની કેરલની હિન્દુ યુવતીઓને કઈ રીતે બ્રેન વોશ કરીને આઈએસઆઈના પક્ષમાં લડવા માટે તૈયાર કરવામાં આવી તેની છે. ફિલ્મમાં અદા શર્માએ મહત્વની ભૂમિકા નિભાવી છે. 

The Kerala Story ને ટ્રેલર જોઈ તમારા રૂવાડા ઉભા થઈ જશે, 32000 યુવતીઓ લવ જેહાદનો શિકાર, ISISની બની ગુલામ

નવી દિલ્હીઃ The Kerala Story Trailer: ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તેમાં દેખાડવામાં આવ્યું છે કે કઈ રીતે આઈએસઆઈએસ આતંકવાદી સંગઠને 32000 કેરલની હિન્દુ યુવતિઓનું અપહરણ કરી ન માત્ર લવ જેહાદની શિકાર બનાવી પરંતુ તેને આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા કામ પણ કરાવ્યા. 

fallbacks

ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર બુધવારે રિલીઝ થયું 
બુધવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવી રહ્યું છે. તેને લઈને ખુબ સનસની મચી છે. અદા શર્માએ ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું છે- જે સત્ય હોય છે, તે તમને સ્વતંત્ર કરે છે. હજારો નિર્દોષ મહિલાઓ સિસ્ટમેટિકલી કન્વર્ટ કરવામાં આવી. રેડિકલાઇઝ કરવામાં આવી અને તેનું જીવન ખતમ કરવામાં આવ્યું. આ તેની કહાની છે. ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 5 મેએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ સમય આપણી દીકરીઓને બચાવવાનો છે. 

ધ કેરલ સ્ટોરીના ટ્રેલર પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે
ઘણા લોકોએ ટ્રેલર પર પ્રતિક્રિયા આપી છે. એક વ્યક્તિએ લખ્યું- આ સમયનો સૌથી મોટો મુદ્દો છે, જેને હાઈલાઇટ કરવો જોઈએ. અન્ય એકે લખ્યું- સત્ય કહાની છે. હું એક યુવતીને જાણું છું, જે તેમાંથી પસાર થઈ ચુકી છે, જેનું બ્રેનવોશ કરવામાં આવ્યું હતું. 1 દિવસ તેનું અપહરણ કરવામાં આવ્યું અને મલ્લાપુરમ મોકલવામાં આવી. ત્યારબાદ તેને સીરિયાઈ ભાષા શીખવાડવામાં આવી હતી. નાની ઉંમરને કારણે તેને ઘરે પરત મોકલી દેવામાં આવી. બ્રેનવોશ હોવાને કારણે તે હિન્દુ ધર્મ અને કલ્ચરને લઈને સતત ગમે તેમ બોલતી રહી. એક દિવસ તેને આઈએસઆઈવાળા ઉઠાવીને લઈ ગયા અને ત્યારબાદ તે નથી મળી. કેરલની સરકાર પણ તેના પક્ષમાં છે. ગરીબ વ્યક્તિ કાયદાકીય લડાઈ ન લડી શકે. આ પ્રકારના ઘણા કેસ છે. 

આ પણ વાંચોઃ Janhvi Kapoor Photos: જાહ્નવી કપૂરની એવી તસવીરો સામે આવી કે ઉર્ફીના પણ ઉડી જાય હોશ

ધ કેરલ સ્ટોરીનું નિર્માણ અને દિગ્દર્શન વિપુલ શાહે કર્યુ છે
કેરળ સ્ટોરીનું નિર્માણ અને નિર્દેશન વિપુલ અમૃતલાલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અદા શર્મા લીડ રોલમાં છે. અદા શર્મા ફિલ્મમાં ફાતિમા બાની ભૂમિકા ભજવે છે, એક હિંદુ મલયાલી નર્સ અને કેરળની 32000 ગુમ થયેલી મહિલાઓમાંની એક કે જેઓ ISIS દ્વારા ભરતી કરવામાં આવી છે.

વિપુલ શાહે કહ્યું, 'ફિલ્મનો હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે'
ફિલ્મ વિશે વાત કરતાં વિપુલ અમૃતલાલ શાહે કહ્યું કે, 'આ ફિલ્મનો ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ લાવવાનો છે જેથી કરીને આપણા દેશ સામે ઘડવામાં આવી રહેલા ષડયંત્રને અટકાવી શકાય. આ ફિલ્મ વર્ષોના સંશોધન અને સત્ય ઘટનાઓ પર આધારિત છે. અગાઉ આ વિશે વાત કરવાની કોઈની હિંમત નહોતી. તે ઘણા સત્યોને ઉજાગર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More