Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાન અને કેટરિનાની 'ભારત' વિશે આવ્યા મોટા સમાચાર

સલમાનના ચાહકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે

સલમાન અને કેટરિનાની 'ભારત' વિશે આવ્યા મોટા સમાચાર

નવી દિલ્હી : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન બહુ જલ્દી કેટરિના કૈફ સાથે 'ભારત'માં જોવા મળશે. સલમાનના ચાહકો આ ફિલ્મ જોવા માટે તલપાપડ છે. આ ફિલ્મનું પહેલું ટીઝર  રિલીઝ થઈ ગયું છે અને મેકર્સ બહુ જલ્દી તેના ટ્રેલરને રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. મેકર્સે આ ટ્રેલરને લોન્ચ કરવાની તારીખ પણ જાહેર કરી છે. 

fallbacks

મહત્વનું છે કે, ભારત સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરની હિન્દી રીમેક છે. ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરમાં 1950થી લઈને 2014 સુધીના સમયને એક સામાન્ય નાગરિકના માધ્યમથી મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે. ફિલ્મ ભારતમાં સલમાન ખાનના પાત્રના માધ્યમથી આઝાદી બાદથી લઈને અત્યાર સુધીના સમયને મોટા પડદા પર દર્શાવવામાં આવશે. ફિલ્મમાં દિશા પટની, તબ્બૂ, જૈકી શ્રોફ અને સુનીલ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં છે. ભારત 5 જૂન, 2019ના ઇદના દિવસે રિલીઝ થશે. 

દીપિકાનો 'છપાક' લુક આવ્યો સામે, જોઈને બે મિનિટ આંખો પર નહીં થાય વિશ્વાસ

આ ફિલ્મ પછી સલમાન ખાન 'દબંગ 3' માટે જલ્દી કામ શરૂ કરશે. ત્યારબાદ સંજય લીલા ભણસાલીની 'ઈન્શાઅલ્લાહ' ફિલ્મ માટે કામ શરૂ કરશે. ઈન્શાઅલ્લાહ ફિલ્મથી સંજય અને સલમાન 20 વર્ષ બાદ ફરી એક પ્રોજેક્ટમાં સાથે કામ કરશે. આ ફિલ્મમાં સલમાન સાથે આલિયા ભટ્ટ દેખાશે. ઈન્શાઅલ્લાહ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થઇ શકે છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More