Home> Entertainment
Advertisement
Prev
Next

‘હું જીવતી છું...’ મરી ગયેલી અભિનેત્રીની ટ્વિટથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા

શુક્રવારે ટીવી શો ‘દિલ તો હૈપ્પી હૈ જી’ની એક્ટ્રેસ સેજલ શર્મા (Sejal Sharma)ની આત્મહત્યા બાદ આખા ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં શોક વ્યાપી ગયો છે. કારણ કે, હજી થોડા દિવસ પહેલા જ કુશલ પંજાબી નામના એક્ટરે આત્મહત્યા (suicide) કરી હતી. અને હવે સેજલ શર્માની આત્મહત્યાના સમાચારથી સૌ કોઈને શોકમગ્ન કરી દીધા છે. પરંતુ આ વચ્ચે એક એક્ટ્રેસ દ્વારા કરાયેલી ટ્વિટને સૌને હેરાન કરી દીધા છે. આખરે કોણ છે આ એક્ટ્રેસ અને તેની ટ્વિટથી આત્મહત્યા કરનાર અભિનેત્રી સેજલ શર્મા સાથે શુ સંબંધ છે. કદાચ તમે કન્ફ્યૂઝ થઈ રહ્યા હશો. કારણ કે, આ એક્ટ્રેસની આખી વાત જ કન્ફ્યુઝનથી શરૂ થઈ છે.

‘હું જીવતી છું...’ મરી ગયેલી અભિનેત્રીની ટ્વિટથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા

મુંબઈ :શુક્રવારે ટીવી શો ‘દિલ તો હૈપ્પી હૈ જી’ની એક્ટ્રેસ સેજલ શર્મા (Sejal Sharma)ની આત્મહત્યા બાદ આખા ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં શોક વ્યાપી ગયો છે. કારણ કે, હજી થોડા દિવસ પહેલા જ કુશલ પંજાબી નામના એક્ટરે આત્મહત્યા (suicide) કરી હતી. અને હવે સેજલ શર્માની આત્મહત્યાના સમાચારથી સૌ કોઈને શોકમગ્ન કરી દીધા છે. પરંતુ આ વચ્ચે એક એક્ટ્રેસ દ્વારા કરાયેલી ટ્વિટને સૌને હેરાન કરી દીધા છે. આખરે કોણ છે આ એક્ટ્રેસ અને તેની ટ્વિટથી આત્મહત્યા કરનાર અભિનેત્રી સેજલ શર્મા સાથે શુ સંબંધ છે. કદાચ તમે કન્ફ્યૂઝ થઈ રહ્યા હશો. કારણ કે, આ એક્ટ્રેસની આખી વાત જ કન્ફ્યુઝનથી શરૂ થઈ છે.

fallbacks

પોરબંદર : 7 વર્ષના બાળકોથી માંડી 85 વર્ષના દાદાએ કડકડતી ઠંડીમાં મધદરિયે ધ્વજ ફરકાવ્યો

હકીકતમાં, જે અભિનેત્રીએ ટ્વિટ કરી છે, તેનુ નામ પણ સેજલ શર્મા છે અને આ કારણે જ તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. બીજી એક્ટ્રેસ સેજલ શર્માની આત્મહત્યાના સમાચાર ગઈકાલે આવ્યા. એક જ નામની બે અભિનેત્રીઓ હોવુ એક સારી બાબત છે, પણ કેટલાક સંજોગોમાં તકલીફોનો પણ સામનો કરવો પડે છે. આવુ જ થયું બીજી એક્ટ્રેસ સેજલ શર્મા સાતે. સેજલની સ્યુસાઈડના સમાચાર સામે આવ્યા બાજ બીજી સેજલ શર્માને લોકોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું. એટલુ જ નહિ, તેની તસવીરોનો ઉપયોગ પણ કેટલાક મીડિયા તરફથી ભૂલથી કરવામાં આવી. જેના બાદથી અભિનેત્રીની મુશ્કેલો ઓર વધી ગઈ. ત્યારે જઈને તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કરીને માહિતી આપી કે, તે જીવીત છે.

રાજવી માંધાતાસિંહ જાડેજાના રાજતિલકના અવસરને રુડો બનાવશે 3000 રાજપૂતાણીઓ...

બંને અભિનેત્રીઓના નામની જોડણી હિન્દીમાં એકસરખી છે, પરંતુ ઈગ્લિંશમાં બંનેના નામમાં થોડો ફરક છે. સ્યૂસાઈડ કરનાર એક્ટ્રેસ સેજલ શર્મા પોતાનુ નામ ઈગ્લિંશમાં 'Sejal Sharma' લખતી હતી. જ્યારે બીજી જીવિત એક્ટ્રેસ સેજલ શર્મા ઈંગ્લિશમાં પોતાનું નામ 'sezal sharma' લખે છે. સેજલ શર્મા (sezal sharma)એ ટ્વિટ કરીને માહિતી આપી કે, હું મારા મિત્રો અને પ્રશંસકોને જણાવવા માંગુ છું કે હું જીવિત છું. હું અભિનેત્રી સેજલ શર્માના આત્મહત્યાના સમાચારથી શોક્ડ અને દુખી છું. હું મીડિયા દ્વારા મારી તસવીરો ઉપયોગ કરવા પર પણ ગુસ્સે છું. આવુ કરવાથી મારા નજીકના લોકો માટે પેનિક સ્થિતિ બની ગઈ છે.’

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More