Home> Entertainment
Advertisement
Prev
Next

આ છે સંજય લીલા ભણસાલીનો લેટેસ્ટ હીરો, અમિતાભની દોહિત્રી સાથે જોડાયું હતું નામ

23 વર્ષનો એક્ટર થિયેટર અને માર્શલ આર્ટ એક્સપર્ટ છે

આ છે સંજય લીલા ભણસાલીનો લેટેસ્ટ હીરો, અમિતાભની દોહિત્રી સાથે જોડાયું હતું નામ

મુંબઈ : હાલમાં સમાચાર આવ્યા હતા કે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી પોતાની ભાણેજ શર્મિનને ટુંક સમયમાં લોન્ચ કરવાના છે. મળતી માહતી પ્રમાણે આ એક રોમેન્ટિક ફિલ્મ હશે જેને ભણસાલી પ્રોડક્શન પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મમાં શર્મિન સાથે હીરો તરીકે જાવેદ જાફરીના મોટા દીકરા મીજાન જાફરીને સાઇન કરવામાં આવ્યો છે. 

fallbacks

રિપોર્ટ પ્રમાણે મીજાનની ડાન્સિંગ અને એક્ટિંગ સ્કિલ જોઈને સંજય લીલા ભણસાલી ઇમ્પ્રેસ થઈ ગયા હતા. મલાલ નામની આ ફિલ્મને મંગેશ હદાવલે ડિરેક્ટ કરવાના છે. આ પહેલાં સંજય લીલા ભમસાલી એક્ટર રણબીર કપૂર અને સોનમ કપૂર જેના સ્ટાર્સને લોન્ચ કરી રહ્યા છે. તેમને રણવીર સિંહના ગોડફાધર પણ ગણવામાં આવે છે. 

23 વર્ષન મીજાને થિયેટર અને માર્શલ આર્ટની ટ્રેઇનિંગ મેળવી છે. તેણે ન્યૂ યોર્ક ફિલ્મમેકિંગનો ચાર વર્ષનો કોર્સ પણ કર્યો છે. મીજાન આ પહેલાં ફિલ્મ બાજીરામ મસ્તાનીમાં અસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ કરી ચૂક્યો છે. મીજાનનું નામ ભૂતકાળમાં અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા સાથે પણ જોડાઈ ચૂક્યું છે. તેણે ગયા વર્ષે મીજાન સાથે એક ખાસ તસવીર પોસ્ટ કરી હતી પણ પછી એને ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી લીધી હતી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More