નવી દિલ્હી :બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ટેલિવુડ પડદાની ફેમસ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) નો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન દુપટ્ટાથી પડકીને દિવ્યાંકાને લઈ જતા દેખાઈ રહ્યાં છે. હકીકતમાં, આ વીડિયો કોઈ શૂટનો છે, જેને દિવ્યાંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અમિતાભ બચ્ચન આ વીડિયોમાં દિવ્યાંકાને કહી રહ્યાં છે કે, ભરોસો કરો છો, તો એના પર ભરોસો કરવી તમારી જવાબદારી છે.
ચાલુ પ્રાર્થનાની વચ્ચે આ બાળકે જે કર્યું તે ગજબનું થયું, video બહાર આવ્યો તો ખૂલી પોલ
બેડોળ કાયામાંથી નાજુક નમણી નાર કેવી રીતે બની ભૂમિ પેંડનેકર...આખરે રહસ્ય જણાવી જ દીધું
19 લાખથી વધુવાર જોવાયો વીડિયો
સોશિયલ મીડિયા પર હવે આ વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. 48 કલાકની અંદર આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 19 લાખથી વધુ વ્યૂ મળ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન જલ્દી જ ફિલ્મ ‘ઝુંડ’ માં નજર આવવાના છે. આ ફિલ્મ આ વર્ષે 8 મેના રોજ રિલીઝ થવાની છે. મરાઠી સિનેમાના સૌથી ફેમિસ ડાયરેક્ટર નાગરાજ મંજુળે દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં બિગબી એક આદિવાસી શિક્ષક બન્યા છે. આ પહેલા અમિતાભ બચ્ચન ફિલ્મ મહોબ્બતે, આરક્ષણ અને બ્લેકમાં શિક્ષકના રોલમા નજર આવ્યા હતા. આશા છે કે, બિગબી અને નાગરાજ મંજુળોની જોડી લોકોને પસંદ આવે અને ભરપૂર એન્ટરટેનમેન્ટ પરોસે.
તમને જણાવી દઈએ કે, દિવ્યાંકાની વાત કરીએ તો તે પોતાના કામ અને પર્સનાલિટીને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેણે ઝી ટીવી પર સીરિયલ બનુ મેં તેરી દુલ્હનથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. દિવ્યાંકા અને તેના પતિ એક્ટર વિવેક દહીયાની જોડી દિવેકના નામથી પોપ્યુલર છે. દિવ્યાંકા અને વિવેકની જોડી રિયાલિટી ડાન્સ શો નચ બલિયેમાં પણ ટ્રોફી જીતી ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે