Home> Entertainment
Advertisement
Prev
Next

આગની જેમ વાઈરલ થયો સપના ચૌધરીનો આ VIDEO, લગાવ્યાં છે જબરદસ્ત ઠુમકા 

ટીવીના સૌથી વિવાદિત શો બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ અને હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌદરીનો એક વીડિયો હાલ ખુબ વાઈરલ થયો છે. તેણે સ્ટેજ શો દરમિયાન આ પરફોર્મન્સ આપ્યું હતું જે હાલ ઈન્ટરનેટ પર છવાઈ ગયું છે.

આગની જેમ વાઈરલ થયો સપના ચૌધરીનો આ VIDEO, લગાવ્યાં છે જબરદસ્ત ઠુમકા 

નવી દિલ્હી: ટીવીના સૌથી વિવાદિત શો બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ અને હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌદરીનો એક વીડિયો હાલ ખુબ વાઈરલ થયો છે. તેણે સ્ટેજ શો દરમિયાન આ પરફોર્મન્સ આપ્યું હતું જે હાલ ઈન્ટરનેટ પર છવાઈ ગયું છે. જેમાં તે 'ચુનરી જયપુર સે મંગવાઈ'માં જબરદસ્ત ઠુમકા લગાવતી જોવા મળે છે. ઈન્ટરનેટ પર આ વીડિયો ખુબ પસંદ કરાઈ રહ્યો છે. આ બાજુ સપના પણ હવે દેશભરમાં ખુબ લોકપ્રિય બની ગઈ છે. 

fallbacks

Antra Records દ્વારા યુટ્યુબ પર ગત વર્ષ નવેમ્બરના રોજ અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 56,900,805 વાર જોવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં સપના ચૌધરી પોતાની ફિલ્મ 'દોસ્તી કે સાઈડ ઈફેક્ટ્સ'ને લઈને ચર્ચામાં હતી. સપનાએ ફિલ્મ દોસ્તી કે સાઈડ ઈફેક્ટ્સ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પછડાઈ હતી. પરંતુ સપનાના અભિનયના ખુબ વખાણ થયા હતાં. 

જુઓ VIDEO

વર્ષ 2018 સપના માટે કેરિયરમાં નવી ઊંચાઈ લઈને આવ્યું હતું. બિગ બોસ 11ની સિઝનમાં ભાગ લીધા બાદ સપનાને જીત તો ન મળી પરંતુ ફેન્સ વચ્ચે વાહવાહ ખુબ મળી. હાલ સપના અનેક પ્રોજેક્ટ્સમાં બિઝી છે. સપના સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 2.3 મિલિયન ફોલોઅર્સ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More