Home> Entertainment
Advertisement
Prev
Next

Sushant Case: CBI સામે છે આ 3 મોટા પડકાર, ક્રાઈમ સીન પર નાશ થઈ ગયા છે પુરાવા?

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં આમ તો CBIની ટીમ ખુબ જ શાનદાર અને એકદમ પ્રોફેશનલ રીતે કામ કરી રહી છે. પરંતુ CBI સામે સુશાંત કેસમાં કેટલાક કપરા ચઢાણ છે. અમે તમને જણાવીએ કે CBI સામે આ  કેસમાં કયા કયા પડકારો આવી શકે છે, મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. 

Sushant Case: CBI સામે છે આ 3 મોટા પડકાર, ક્રાઈમ સીન પર નાશ થઈ ગયા છે પુરાવા?

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત મોત કેસ (Sushant Singh Rajput) માં આમ તો CBIની ટીમ ખુબ જ શાનદાર અને એકદમ પ્રોફેશનલ રીતે કામ કરી રહી છે. પરંતુ CBI સામે સુશાંત કેસમાં કેટલાક કપરા ચઢાણ છે. અમે તમને જણાવીએ કે CBI સામે આ  કેસમાં કયા કયા પડકારો આવી શકે છે, મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. 

fallbacks

Exclusive: સુશાંતના મોતના ગણતરીના દિવસો પહેલાની WhatsApp ચેટ, મિત્ર સાથે શેર કરી આ વાતો

સુશાંતના મોતના રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે આમ તો CBI ઝડપથી તપાસ કરી રહી છે પરંતુ સીબીઆઈ સામે 3 એવા પડકારો છે જેને પાર પાડવા એ દેશની સૌથી મોટી તપાસ એજન્સી માટે ખુબ જ જરૂરી બની રહેશે. 

સુશાંતના મોતના દિવસે તેના ઘરની બહાર ઘૂમતી જોવા મળેલી 'મિસ્ટ્રી ગર્લ' વિશે થયો ચોંકાવનારો ખુલાસો 

સુશાંત કેસમાં CBI સામે ત્રણ મોટા પડકારો...

પહેલો પડકાર: સુશાંતના મોતને 60 દિવસથી વધુ દિવસો વીતી ગયા છે. ક્રાઈમ સીન પર પુરાવા લગભગ નાશ થઈ ગયા હશે અને આવી સ્થિતિમાં પુરાવા ભેગા કરવા ખુબ મુશ્કેલ રહેશે. 

બીજો  પડકાર: મુંબઈ પોલીસના તમામ રેકોર્ડ મરાઠી ભાષામાં છે અને તેને મરાઠીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરાવવામાં લાંબો સમય લાગી શકે છે. તેમાં 56 સાક્ષીઓના નિવેદનો પણ સામેલ છે. 

ત્રીજો પડકાર: સુશાંતના મોતનો કોઈ જ પ્રત્યક્ષદર્શી નથી. ફક્ત એક જ વ્યક્તિ છે જેણે ડેડ બોડીને લટકેલું જોયું અને તેણે જ ડેડ બોડી ઉતાર્યું. આવામાં ડેડ બોડી ક્યાં અને કેવી રીતે લટકેલું હતું તેના પગ ક્યાં હતાં, એ વાતોને સમજવા માટે સીબીઆઈએ ભારે જદ્દોજહેમત કરવી પડશે. 

સુશાંતના એક્સ ફ્લેટમેટે કરેલા ચોંકાવનારા ખુલાસામાં સૈફની લાડલીનું નામ આવ્યું સામે, આ કારણે કર્યું બ્રેકઅપ!

સીબીઆઈની તપાસ બિહાર પોલીસની એફઆઈઆર પર આધારિત છે. જેમાં આત્મહત્યા માટે ઉક્સાવવા, ફ્રોડ, અને ષડયંત્ર રચવાના ગુના નોંધાયા છે. આ એફઆઈઆરમાં આઈપીસીની કલમ 341, 348, 380, 406, 420, 306, 120બી સામેલ છે. 

સીબીઆઈએ જે સવાલોના સવાલ શોધવા પડશે તે આ પ્રમાણે છે...

- સુશાંત સિંહ રાજપૂતનું મોત આત્મહત્યા છે કે હત્યા? બંને પાછળ કારણ શું છે?
- સુશાંતના મોતમાં રિયા, તેનો પરિવાર, બોલિવૂડ સંબંધિત લોકો અને તેના ઘર પર કામ કરનારા લોકોની શું ભૂમિકા હતી?
- પૈસાની  લેવડ-દેવડ, કમાણી અને સુશાંતના પિતા દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવી.
- સુશાંતની બીમારી, તેના ડિપ્રેશનની થિયરી અને તેના ડોક્ટર્સના દાવાની ઊંડાણ પૂર્વક તપાસ કરવી. કારણ કે સુશાંતના પિતાએ ડોક્ટરો ઉપર પણ શંકા વ્યક્ત કરી છે. 
- પોસ્ટમોર્ટમ રિપોર્ટની સચ્ચાઈને તપાસવી અને ફોરેન્સિક રિપોર્ટ સાથે તેને મેળવવો.
- કોલ ડિટેલ્સની તપાસ અને ઈલેક્ટ્રોનિક એવિડન્સના સહારે આ કેસના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરાશે.

સુશાંતની વાતોને કોઈ સમજી શક્યું નહીં? પોસ્ટમાં કર્યા હતા એવા શબ્દોનો ઉલ્લેખ....જે બન્યા આત્મહત્યાનું કારણ!

14 જૂનના દિવસે સુશાંતના ઘરમાં શું થયું હતું તે સત્ય સામે લાવવું સીબીઆઈ માટે એક મોટો પડકાર છે. કેસની તપાસની સાથે સાથે હવે સીબીઆઈની વિશ્વસનિયતા પણ જોડાઈ ગઈ છે. કારણ કે સુશાંતના મોત કેસમાં જ્યાં સુધી અનેક સવાલોના જવાબ લોકોને નહીં મળે ત્યાં સુધી સુશાંતનું મોત સવાલોથી ઘેરાયેલુ જ રહેશે. 

(બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા)

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More