Home> Entertainment
Advertisement
Prev
Next

આ છે ટાઇગરનું લેટેસ્ટ કારનામું, ચાહકોના જીવ થશે ઉંચા

બોલિવૂડ એક્ટર હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોરનું ટીઝર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર એક્શનથી ભરપૂર છે.

આ છે ટાઇગરનું લેટેસ્ટ કારનામું, ચાહકોના જીવ થશે ઉંચા

નવી દિલ્હી :  બોલિવૂડ સ્ટાર ટાઇગર શ્રોફ પોતાની આગામી ફિલ્મ WARમાં દુનિયાની સૌથી શક્તિશાળી મશીનગનમાંથી એક ગૈટલિંગ ચલાવતો નજરે ચડશે. ફિલ્મના ડિરેક્ટરે માહિતી આપી છે કે એક દ્રશ્ય માટે દુનિયાની સૌથી શક્તિશાળી મશીનગન વાપરવામાં આવી છે. આ હથિયાર આધુનિક મશીનગન અને રોટરી ટોપનું લેટેસ્ટ વર્ઝન છે. 

fallbacks

ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ છે. સિદ્ધાર્થ આનંદ આ પહેલાં હૃતિકને બેંગ બેંગ ફિલ્મમાં ડિરેક્ટ કરી ચૂક્યો છે. ફિલ્મને આદિત્ય ચોપરાએ પોતાના બેનર યશ રાજ ફિલ્મ્સ હેઠળ પ્રોડ્યૂસ કરી છે. 

બોલિવૂડ એક્ટર હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોરનું ટીઝર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર એક્શનથી ભરપૂર છે. જેમાં હૃતિક રોશન અને ટાઈગર વચ્ચે જંગ છેડાયેલી છે. ટીઝરમાં એક્ટ્રેસ વાણી કપૂરની પણ ઝલક જોવા મળી. 53 સેકન્ડના આ ટીઝરની શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દેવાયું છે કે ફિલ્મમાં હૃતિક અને ટાઈગર એકબીજાની વિરુદ્ધ છે. તેમાં બંનેને જબરજસ્ત બાઈક અને કાર એક્શન પણ જોવા મળી રહ્યા છે. વોરના ટીઝરમાં બિકીની પહેરેલી વાણી કપૂર ખૂબ હોટ લાગી રહી છે. તેના એક સીનમાં હૃતિક સાથે રોમાન્સ કરી રહી છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More