Home> Entertainment
Advertisement
Prev
Next

આ એક્ટર પોતાને ગણાવે છે ગરીબોનો હૃતિક, કોણ? જાણવા કરો ક્લિક...

ફિલ્મમેકર સિદ્ધાર્થ આનંદના અપકમિંગ પ્રોજેક્ટ માટે હૃતિક અને આ એક્ટરને સાથે કાસ્ટ કરવામાં આવ્યા છે. અત્યારે આ ફિલ્મને લગતી બીજી કોઈ જાણકારી સામે આવી શકી નથી.

આ એક્ટર પોતાને ગણાવે છે ગરીબોનો હૃતિક, કોણ? જાણવા કરો ક્લિક...

મુંબઈ : જેકી શ્રોફ અને આયેશા શ્રોફનો દીકરો ટાઇગર શ્રોફ ધીમી પણ મક્કમ ગતિથી બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહ્યો છે. ટાઈગર માટે 2018ની જેમ 2019નું વર્ષ પણ ધમાકેદાર સાબિત થયું છે કારણ કે તેની 'સ્ટુડન્ટ ઓફ ધી યર' બોક્સઓફિસ પર સારી એવી કમાણી કરી રહી છે છે. ટાઇગરની લોકપ્રિયતા યુવાનોમાં દિવસેને દિવસે વધી રહી છે. તેના એક્શન દ્રશ્યોને લીધે તેણે પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. હવે ટાઇગર બહેન કૃષ્ણા શ્રોફ સાથે મળીને MMA (મિક્સ માર્શલ આર્ટ) મેટ્રિક્સ જિમ સ્થાપવા તૈયારી કરી છે. ટાઇગર બહેન કૃષ્ણા શ્રોફ સાથે મળીને પહેલી ડિસેમ્બરથી મુંબઈના બાંદરામાં MMA માન્યતા પ્રાપ્ત જીમની શરૂઆત કરી રહ્યા છે. ટાઇગરનું પ્લાનિંગ છે કે આગામી બે વર્ષમાં 12 સ્ટુડિયો શરૂ કરવામાં આવે.

fallbacks

જોકે હાલમાં ટાઇગર તેના એક ચોંકાવનારા નિવેદનને કારણે ચર્ચામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મમેકર સિદ્ધાર્થ આનંદના અપકમિંગ પ્રોજેક્ટ માટે હૃતિક અને ટાઈગરને સાથે કાસ્ટ કરવામાં આવ્યા છે. અત્યારે આ ફિલ્મને લગતી બીજી કોઈ જાણકારી સામે આવી શકી નથી. હાલમાં જ્યારે ટાઇગરને જ્યારે આ ફિલ્મ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે હું ગરીબોનો હૃતિક રોશન છું અને આ પ્રોજેક્ટ માટે બહુ એક્સાઇટેડ છું. આ ઈન્ટરવ્યૂ દરમિયાન ટાઇગરે માહિતી આપી હતી કે તે હૃતિકનો મોટો ફેન છે અને હૃતિક એક એવી વ્યક્તિ છે જે તેને હંમેશા પ્રેરણા આપે છે.

fallbacks

આ જોડીને લાગી ગઈ નજર, અંગત જીવનમાં આવ્યો મોટો ભૂકંપ

જોકે મેચોમેન ટાઇગર અંગત જીવનમાં બહુ સોફ્ટ છે. હાલમાં ટાઇગર ફિલ્મમેકર કરણ જોહરના લોકપ્રિય શો કોફી વિથ કરણમાં આવ્યો હતો ત્યારે તેણે પોતાના બેડરૂમ સિક્રેટનો ખુલાસો કર્યો છે. આ શોમાં ટાઇગરે જણાવ્યું છે કે તેણે નાનપણમાં જ્યારથી હોરર ફિલ્મો જોઈ છે ત્યારથી તે બેડરૂમમાં એકલો નથી સુઈ શકતો. ટાઇગરના ઘરે તેના રૂમમાં તેની માતા સુઈ  જાય છે અને તે જ્યારે આઉટડોર શૂટિંગમાં હોય ત્યારે તે આગ્રહ કરીને ક્રુ મેમ્બરને પોતાના રૂમમાં સુવડાવે છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More