નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર ટાઇગર શ્રોફની બહેન અને જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) હાલમાં પ્રેમના દરીયામાં ગોતા લગાવી રહી છે. આ સામાચાર કોઇ બીજાએ નહીં પરંતુ કૃષ્ણાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેલાવી રહ્યું છે. જ્યાં કૃષ્ણા અને તેના હેન્ડસમ મિત્ર ‘બોયફ્રેન્ડ’ની ઘણી રોમેન્ટિક તસવીરો જોવા મળી રહી છે.
આ પણ વાંચો:- BOX OFFICE હજુ પણ યથાવત છે 'સાહો'નો જલવો, જાણો વર્લ્ડ વાઇડ કેટલી થઇ કમાણી
આ તસવીરો જણાવી રહી છે કે, કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) હાલમાં એક ફેમસ પ્રોપેશનલ બાસ્કેટબોલ પ્લેયરને ડેટ કરી રહી છે. આ હેન્ડસમ હંકનું નામ છે ઇબન હયમસ (Eban Hyams). ઉલ્લેખનીય છે કે, ઇબન હયમસ કૃષ્ણાનો જ નહીં પરંતુ ટાઇગર શ્રોફનો પણ ખાસ મિત્ર છે. જુઓ આ તસવીર...
હવે સોશિયલ મીડિયા પર આ લવ કપલ કૃષ્ણા શ્રોફ અને ઇબન હયમસની આ તસવીર ઘણી વાયરલ થઇ રહી છે. થોડા દિવસ પહેલા કૃષ્ણાએ તેના બોયફ્રેન્ડને લઇને મીડિયાની સામે વાત કરી હતી પરંતુ ઓફિશિયલી કૃષ્ણાએ બોયફ્રેન્ડનું નામ લીધું ન હતું. પરંતુ આ તસવીર સામે આવ્યા પછી તમામ વાતો સ્પષ્ટ થઇ ગઇ છે.
આ પણ વાંચો:- ચોથા દિવસે ધીમી થઇ 'છીછોરે'ની કમાણી, જાણો કેવું રહ્યું BOX OFFICE કલેક્શન
કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) એ ઇબન હયમસ (Eban Hyams) ની સાથે આ બે તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. જેમાં બંને ઘણા રોમેન્ટક અંદાજમાં જોવા મળી રહ્યાં છે.
આમ તો આ બંને તસવીરો લોકોને તેમના પ્રમેની ચુગલી કરવા માટે ઘણી હતી પરંતુ ત્યારબાદ કૃષ્ણાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કરી તમામની શંકા પર મોહર લગાવી દીધી છે. આ વીડિયોમાં કૃષ્ણા અને ઇબન કારમાં જોવા મળી રહ્યાં છે.
જુઓ Live TV:-
બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે