Home> Entertainment
Advertisement
Prev
Next

નેપાળના પૂર્વ રાજકુમારી અને તેમની દીકરીઓનો TIKTOK VIDEO જોતજોતામાં થઈ ગયો viral

ટિકટોક (TIKTOK) વીડિયોની લત નેપાળના પૂર્વ શાહી પરિવાર સુધી પહોંચી ગઈ છે. નેપાળની પૂર્વ રાજકુમારી હિમાની શાહ અને તેમની બે દીકરીઓએ એક નેપાળી ગીત પર ડાન્સ કર્યો છે, આ ટિકટોક વીડિયો વાયરલ થયો છે. હિમાની પહેલીવાર ટિકટોક પર સામે આવી છે. તેમની દીકરી પૂર્ણિમાએ હાલમાં જ પોતાના ટિકટોક એકાઉન્ટ માય રિપબ્લિકા નામથી બનાવ્યું છે. હિમાની નેપાળી રાજગાદીના તત્કાલીન પૂર્વ યુવરાજ પારસના પત્ની છે. 

નેપાળના પૂર્વ રાજકુમારી અને તેમની દીકરીઓનો TIKTOK VIDEO જોતજોતામાં થઈ ગયો viral

ઝી મીડિયા/બ્યૂરો :ટિકટોક (TIKTOK) વીડિયોની લત નેપાળના પૂર્વ શાહી પરિવાર સુધી પહોંચી ગઈ છે. નેપાળની પૂર્વ રાજકુમારી હિમાની શાહ અને તેમની બે દીકરીઓએ એક નેપાળી ગીત પર ડાન્સ કર્યો છે, આ ટિકટોક વીડિયો વાયરલ થયો છે. હિમાની પહેલીવાર ટિકટોક પર સામે આવી છે. તેમની દીકરી પૂર્ણિમાએ હાલમાં જ પોતાના ટિકટોક એકાઉન્ટ માય રિપબ્લિકા નામથી બનાવ્યું છે. હિમાની નેપાળી રાજગાદીના તત્કાલીન પૂર્વ યુવરાજ પારસના પત્ની છે. 

fallbacks

કચ્છ : વરસાદથી બચવા માલધારીએ જે ડેલામાં આશરે લીધો ત્યાં જ વીજળી ત્રાટકી, ભડથુ થઈને મોત 

ભારતમાં જન્મેલ હિમાની વીડિયોમાં પોતાની દીકરી પૂર્ણિમા અને કૃતિકાની સાથે નેપાળી ગીત ગુરુસ કો ફેડ મુની પર ડાન્સ કરતા નજર આવી રહ્યાં છે. હિમાની હાલ કોરોના વાયરસની મહામારીને કારણે થાઈલેન્ડમાં ફસાયેલા છે. તે પોતાની દીકરીને વિદેશમાં મળવા ગયા હતા, જે ત્યાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યાં છે. 

કાળા રંગના ડ્રેસમાં 43 વર્ષીય હિમાની દીકરીઓની સાથે એવી રીતે ડાન્સ કરી રહ્યાં છે, જાણે તે યુવા હોય. આ વીડિયોને પૂર્ણિમાએ સોમવારે સવારે પોતાના ટિકટોક એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. હવે આ વીડિયો નેપાળીઓમાં વાયરલ થઈ ગયો છે. પૂર્ણિમાએ વીડિયો સાથે લખ્યું છે કે, અમને આ અમારી માતા પાસેથી મળ્યું છે. પૂરતી ઈમાનદારીથી અમે તે કરી રહ્યાં છે, અમારી મમ્મી અમારા માટે ખાસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More