Home> Entertainment
Advertisement
Prev
Next

Kapil Sharma ની સાથે કામ કરી ચુકેલા કોમેડિયન ખાધુ ઝેર, માંડ બચ્યો જીવ

તીર્થાનંદ  (Tirthanand Rao) એ સ્વીકાર કર્યો કે, તેણે આત્મહત્યા જેવું પગલું ભર્યું હતું. તેણે કહ્યુ- મેં ઝેર ખાધુ હતું. હું આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો અને પરિવારે મને છોડી દીધો છે. હોસ્પિટલમાં દાખલ થયો તો માતા અને ભાઈ મને જોવા પણ પહોંચ્યા નહીં. 
 

Kapil Sharma ની સાથે કામ કરી ચુકેલા કોમેડિયન ખાધુ ઝેર, માંડ બચ્યો જીવ

નવી દિલ્હીઃ ફેમસ કોમેડિયન તીર્થાનંદ રાવ (Tirthanand Rao) એ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે પરંતુ હવે તેમની સ્થિતિ સારી છે. તેમણે જણાવ્યુ કે, તે આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં હતા, જેના કારણે આ પગલું ભર્યું હતું. આ દિવસોમાં તેની પાસે કોઈ કામ નથી અને આ સ્થિતિમાં પરિવારજનો પણ તેનો સાથ આપી રહ્યા નથી. આ કારણે તેણે 27 ડિસેમ્બરે આત્મહત્યા કરવા જેવું પગલું ભર્યુ હતું. પરંતુ આસપાસમાં રહેતા લોકોને માહિતી મળી અને તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેનો જીવ બચી ગયો છે. 

fallbacks

કેમ ભર્યુ આ પગલું?
તીર્થાનંદ  (Tirthanand Rao) એ સ્વીકાર કર્યો કે, તેણે આત્મહત્યા જેવું પગલું ભર્યું હતું. તેણે કહ્યુ- મેં ઝેર ખાધુ હતું. હું આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો અને પરિવારે મને છોડી દીધો છે. હોસ્પિટલમાં દાખલ થયો તો માતા અને ભાઈ મને જોવા પણ પહોંચ્યા નહીં. એક જ કોમ્પલેક્સમાં રહે છે, પરંતુ પરિવાર મારી સાથે વાત પણ કરતો નથી. હોસ્પિટલથી આવ્યા બાદ પણ હું એકલો છું, તેનાથી ખરાબ શું હોઈ શકે. 

આ પણ વાંચોઃ Saif Ali Khan અને Amrita Singh છેલ્લીવાર અહીં મળ્યાં હતાં, જાણો એ મુલાકાતમાં શું થયું હતું

પત્નીએ કરી લીધા બીજા લગ્ન
તેણે જણાવ્યુ, જેની સાથે મેં લગ્ન કર્યા હતા તેણે મને છોડીને બીજા સાથે ઘર વસાવી લીધુ છે. મારી એક પુત્રી છે, જેના લગ્ન થઈ ચુક્યા છે અને તેની સાથે પણ મારો સંપર્ક નથી. આ સમયે હું પરિવાર અને કામ વચ્ચે ગુંચવાઇ ગયો છું. સમજી શકતો નથી કે તેમાંથી કઈ રીતે બહાર નિકળુ. એક તરફ કામ બંધ છે. હું ખુબ પરેશાન થઈ ગયો છું અને પછી આ પગલું ભર્યુ હતું. પરંતુ હવે હું બીજીવાર આમ કરીશ નહીં. પોલીસ પણ મારા પરિવારના વલણથી હેરાન છે.

કપિલ સાથે કરી ચુક્યો છે કામ
તીર્થાનંદે જણાવ્યુ કે, તે કોમેડી સર્કસ કે અજુબે શોનો ભાગ રહી ચુક્યો છે, જ્યાં કપિલ શર્મા અને શ્વેતા તિવારી સાથે કામ કર્યુ હતું. વર્ષ 2016માં કપિલ સાથે કામ કરી ચુક્યુ છે. તે સમયે કપિલ અને સુનીલ વચ્ચે વિવાદ થયો તો કપિલે મને એક કેરેક્ટર કરવા માટે કોલ કર્યો હતો, પરંતુ તે સમયે હું એક ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહ્યો હતો, તેથી મેં તેને ના પાડી હતી. 

આ પણ વાંચોઃ ત્રણ-ત્રણ બાળકોની માતા બન્યા બાદ પણ ટનાટન લાગે છે આ હીરોઈનનું ફિગર! બિકીની ફોટો થયો વાયરલ

મેકર્સે પૈસા આપ્યા નહીં
કોમેડિયને કહ્યુ કે, દોઢ દાયકાથી એક્ટિંગ કરી રહ્યો છે પરંતુ આ સમયે તેની પાસે કામ પણ નથી અને પૈસા પણ. તેણે કહ્યું કે, હું 15 વર્ષથી એક્ટિંગ કરી રહ્યો છું અને આ કામે મને બધુ આપ્યું છે. મેં ઘણા પૈસા કમાયા પણ ફરી ઝીરો પર આવી ગયો છું. હું નાના પાટેકરની મિમિક્રી કરુ છું, જેથી મારી ઇમેજ નાના પાટેકરના ડુપ્લીકેટની બની ગઈ છે. મારા કામની પ્રશંસા ખુબ થાય છે પરંતુ તેનાથી પેટ ભરાતું નથી. કેટલાક મેકર્સે મને કામના પૈસા પણ આપ્યા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More