Home> Entertainment
Advertisement
Prev
Next

KBCમાં જેઠાલાલે અમિતાભ બચ્ચનને પૂછ્યો એવો સવાલ કે ત્યાં બેઠેલાં બાપુજી પણ ચોંકી ગયા!

KBCમાં જેઠાલાલે અમિતાભ બચ્ચનને પૂછ્યો એવો સવાલ કે ત્યાં બેઠેલાં બાપુજી પણ ચોંકી ગયા!

નવી દિલ્હીઃ ટીવી શો કૌન બનેગા કરોડપતિ-13ને લોકોને બહુ પસંદ કરી રહ્યાં છે. શોમાં અનેકવાર સેલિબ્રિટીઝ આવી દર્શકોનું મનોરંજન પૂરું પાડતા હોય છે. હવે કૌન બનેગા કરોડપતિમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટારકાસ્ટ નજર આવશે. શોનો એક પ્રોમો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જે લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

fallbacks

 

KBCના મંચ પર પહોંચી તારક મહેતાની સ્ટારકાસ્ટ-
વીડિયોમાં જોઈ શકાય છે કે KBCના મંચ પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના 21 કલાકારો પહોંચ્યા છે. અમિતાભ બચ્ચન જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશીને પૂછે છે કે તમે 21 લોકો છો? આ જવાબ પર તેમણે કહ્યું કે 2 લોકો હોટ સીટ પર બેસશે અને પંગત લગાવ્યા બાદ બાકીના લોકો ત્યાં બેસી જશે. આ સાંભળી ત્યાં ઉપસ્થિત બધા લોકો હસવા લાગે છે.
ત્યારબાદ જેઠાલાલ, અમિતાભ બચ્ચનને પૂછે છે કે તમે તો અભિષેક પર પણ ગુસ્સો નહીં કરતા હોવ? આના જવાબમાં અમિતાભ બચ્ચને કહ્યું કે જ્યારે અભિષેક નાનો હતો ત્યારે તેને ઠપકો આપતા, જો કે હવે તે મોટો થઈ ગયો છે. પછી જેઠાલાલ, બાપુજી તરફ જોઈને અમિતાભને પૂછે છે કે તમે તો પ્રેમથી ઠપકો આપતા હશો કે અમે થોડા ક્રોધિત થઈ જઈએ, આવું ન કરવું જોઈએ. અમિતાભ તરત પૂછે છે શું બાપુજી તેમને ઠપકો આપે છે? જેઠાલાલ કહે છે કે ના ના બાપુજી તો ક્યારેય નથી ખીજાતા. આ દરમિયાન અમિતાભ બચ્ચનની સામે જ બાપુજી જેઠાલાલને ઠપકો આપે છે.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More