Home> Entertainment
Advertisement
Prev
Next

'તારક મહેતા...' ના રોશન સોઢી ગુમ થયા પછી પહેલીવાર મુંબઈમાં જોવા મળ્યા, કહ્યું કે.....

 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ના ગુરૂચરણ સિંહ ઉર્ફે રોશન સિંહ સોઢી શનિવારે રાત્રે મુંબઈ પરત ફર્યો છે. હકીકતમાં બે મહિના પહેલા અભિનેતાના ગુમ થવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ પ્રથમવાર એક્ટર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો છે. 

'તારક મહેતા...' ના રોશન સોઢી ગુમ થયા પછી પહેલીવાર મુંબઈમાં જોવા મળ્યા, કહ્યું કે.....

નવી દિલ્હીઃ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ના સ્ટાર ગુરૂચરણ સિંહ, જેણે રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં લાપતા થયા બાદ પ્રથમવાર જાહેરમાં જોવા મળ્યો છે. અભિનેતા શનિવારે રાત્રે પોતાના પેટ ડોગની સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ગુરૂચરણને પેપરાજીની સાથે ટીઆરપી લિસ્ટમાં ધૂમ મચાવી રહેલા કોમેડી શો  TMKOC માં પોતાની વાપસી વિશે વાત કરતો જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર રોશન સિંહ સોઢી લાપતા થયા બાદ પ્રથમવાર મુંબઈમાં જોવા મળ્યો છે. 

fallbacks

લાપતા થયા બાદ પ્રથમવાર મુંબઈમાં દેખાયો રોશન સોઢી
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ગુરૂચરણ સિંહે આ વર્ષની શરૂઆતમાં પોતાના અચાનક ગાયબ થવા વિશે કંઈ જણાવ્યું નહીં. પરંતુ તે મુંબઈ પરત આવી ખુશ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં ગુરૂચરણને પૂછવામાં આવ્યું કે શું 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતાઓએ તેના બાકી પૈસા આપી દીધા. તેના પર અભિનેતાએ કહ્યું કે હાં લગભગ મળી ગયા છે, પરંતુ તે બીજા વિશે નથી જાણતો. તેણે કહ્યું- જી, હાં બધાના કરી દીધા છે લગભગ. કેટલાકની ખબર નથી મારે પૂછવું પડશે. એવી અટકળો હતો કે ગુરૂચરણ સિંહે પૈસાની ચૂકવણીમાં વિલંબને કારણે શો છોડી દીધો હતો. પરંતુ અભિનેતાએ આ મુદ્દે ક્યારેય પ્રતિક્રિયા આપી નથી. 

ગુરૂચરણ સિંહ શોમાં કરશે વાપસી
રોશન સોઢીને જ્યાપે પૂછવામાં આવ્યું કે શું તેની શોમાં પરત આવવાની સંભાવના છે તો તેણે કહ્યું કે, તે ભગવાન પર છોડી દીધુ છે. રોશન સોઢી કહે છે, ભગવાન જાણે. મને કંઈ ખબર નથી. જ્યારે ખબર પડશે, તમને જણાવીશ. મહત્વનું છે કે બે મહિના પહેલા તે સમાચાર સામે આવ્યા હતા કે ગુરૂચરણ દિલ્હી એરપોર્ટથી અચાનક ગાયબ થઈ ગયો. ત્યારબાદ તેના પરિવારે તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ 25 દિવસ બાદ એક્ટર પોતાના ઘરે પરત ફર્યો હતો. 

નોંધનીય છે કે ગુરૂચરણ સિંહ 22 એપ્રિલ 2024ના લાપતા થઈ ગયો હતો. દિલ્હી પોલીસની તપાસ બાદ અભિનેતા 18 મેએ દિલ્હી સ્થિત પોતાના ઘરે પરત ફર્યો હતો. રોશન સિંહ સોઢી ઘરે પરત ફર્યો ત્યારબાદ દિલ્હી પોલીસના અધિકારીઓએ તેની પૂછપરછ કરી હતી. ત્યારબાદ સામે આવ્યું કે અભિનેતા ધાર્મિક યાત્રા માટે ઘરેથી નિકળ્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સિંહે પોતાના લાપતા થયા બાદ અમૃતસર અને લુધિયાના જેવા શહેરોમાં ગુરૂદ્વારાની યાત્રા કરી હતી. પરંતુ ત્યારબાદ તે ઘરે પરત ફર્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More